ભારતીય ક્રિકેટ ટીમના સફળ ડાબેરી ઓપનિંગ બેટ્સમેનોમાંના એક અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો એક ભાગ શિખર ધવને 24 ઓગસ્ટની સવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. વીડિયો પોસ્ટ કરતી વખતે શિખર ધવને કેપ્શનમાં લખ્યું કે હવે હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું. હું મારી સાથે અગણિત યાદો લઈને જાઉં છું. તમારા બધાનો પ્રેમ અને સમર્થન બદલ આભાર ! જય હિન્દ ! ધવનની ગણતરી વિશ્વમાં ક્રિકેટના સફળ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. તે છેલ્લે વર્ષ 2022માં બાંગ્લાદેશ પ્રવાસ પર રમાયેલી ODI શ્રેણીમાં ભારતીય ટીમ માટે રમ્યો હતો.
આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે માત્ર યાદો જ દેખાય છે
શિખર ધવને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરવાની સાથે પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું કે આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને માત્ર યાદો જ દેખાય છે, જ્યારે હું આગળ જોઉં છું ત્યારે હું આખી દુનિયા જોઈ શકું છું. ભારત માટે રમવાનું મારું હંમેશા એક જ લક્ષ્ય હતું અને તે પુરું થયું જેના માટે હું ઘણા લોકોનો આભાર માનું છું. સૌ પ્રથમ, મારો પરિવાર, મારા બાળપણના કોચ તારક સિંહાજી અને મદન શર્માજી જેમના માર્ગદર્શન હેઠળ હું ક્રિકેટ શીખ્યો હતો. પછી મારી ટીમ જેની સાથે હું વર્ષો સુધી રમ્યો જ્યાં મને મારો પરિવાર મળ્યો અને તમારા લોકોનો સપોર્ટ અને પ્રેમ મળ્યો. કહેવાય છે કે વાર્તામાં આગળ વધવા માટે પાનાં ફેરવવાં પડે છે, એટલે હું પણ એ જ કરવાનો છું.
હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરું છું. જ્યારે હું મારી ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું, ત્યારે મને રાહત થાય છે કે મેં મારા દેશ માટે ઘણું રમ્યો છું. મને આ તક આપવા બદલ હું બીસીસીઆઈ અને ડીડીસીએનો અને મારા બધા ચાહકોનો આભાર માનું છું જેમણે મને ખૂબ પ્રેમ આપ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ.... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ | 2025-06-11 09:26:58
મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post | 2025-06-11 09:23:37
રાજા રઘવુંશી હત્યા કેસઃ સોનમ સવારમાં જ મારવા માંગતી હતી પતિ રાજાને પણ...Gujarat Post | 2025-06-11 09:17:09