ગાંધીનગરઃ મંગળવારે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર થયું હતું. આ બિલ રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી અને કહ્યું કે તે સમાનતા, ન્યાય અને એકતા માટેના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવશે. ગૃહમાં લગભગ 7 કલાક ચર્ચા બાદ મોડી સાંજે મતદાન થયું હતું. ત્યારબાદ બિલ બહુમતી મતથી પસાર થયું હતું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું રાજ્ય છે, જેણે સમાન નાગરિક સંહિતા બિલ પસાર કર્યું છે.
બિલ પર મતદાન દરમિયાન, કોંગ્રેસે તેને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગણી સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. બિલ રજૂ કરતા પોતાના ભાષણમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આજનો દિવસ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. આ બિલ ખાસ કરીને ગુજરાતની બહેનો અને દીકરીઓના હિતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે અને દરેકે તેમાં સહયોગ આપવો જોઈએ. ગુજરાતે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) દ્વારા 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને વેગ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાત યુસીસી બિલ રજૂ કરનાર બીજું રાજ્ય બન્યું છે, જે ગર્વની વાત છે. બંધારણના અનુચ્છેદ 44 હેઠળ, રાજ્ય સરકારને આવા કાયદા ઘડવાનો અધિકાર છે. આ બિલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે કોઈ પણ સમુદાય સાથે ભેદભાવ ન થાય. આ કાયદો બધા માટે ન્યાય, કોઈના તુષ્ટિકરણ નહીં ના સિદ્ધાંત પર આધારિત છે. તે મહિલાઓની સમાન ભાગીદારીની જોગવાઈ કરે છે, જે દીકરીઓને કાનૂની રક્ષણ પૂરું પાડશે.
ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી કે આ બિલ કોઈના અધિકારો છીનવી લેતું નથી કે કોઈની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરતું નથી. તેમાં લિવ-ઇન સંબંધોને નિયંત્રિત કરવા માટેની જોગવાઈઓ પણ શામેલ છે. કેટલાક સમુદાયોની પરંપરાઓ, જેમ કે પિતરાઈ લગ્નમાં કોઇ બદલાવ કરાયો નથી, અને આદિવાસી સમુદાયોને આ બિલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સમાન નાગરિક સંહિતાનો હેતુ ભેદભાવ દૂર કરીને સમાનતા સ્થાપિત કરવાનો છે. તેમણે તમામ સભ્યોને આ બિલ સર્વાનુમતે પસાર કરવા અપીલ કરી છે.
ગુજરાતના સમાન નાગરિક સંહિતા બિલના મુખ્ય મુદ્દાઓ
લગ્ન, છૂટાછેડા અને પૂર્વજોની મિલકત માટે સમાન કાયદો
લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોની ફરજિયાત નોંધણી
બળજબરીથી લગ્ન અને બહુપત્નીત્વ માટે 7 વર્ષ સુધીની સજા
કોર્ટની બહાર છૂટાછેડા અમાન્ય, ઉલ્લંઘન માટે 3 વર્ષની સજા
લિવ-ઇન રિલેશનશિપ ન નોંધાવવા બદલ 3 મહિનાની સજા
સગીર સાથે સંબંધમાં રહેવા બદલ POCSO હેઠળ કાર્યવાહી
પુત્રીઓને પૂર્વજોની મિલકતમાં સમાન અધિકાર
કોંગ્રેસ આ બિલનો વિરોધ કર્યો
કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બિલનો વિરોધ કરતા કહ્યું કે તે ઉતાવળમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને પહેલા સમિતિને મોકલવું જોઈતું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બિલ લાવ્યાં છે. યુસીસી સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો ન હતો અને ધારાસભ્યો સાથે તેની ચર્ચા કરવામાં આવી ન હતી. આ બિલ રાજકીય લાભ માટે રજૂ કરવામાં આવ્યું હતું અને ચોક્કસ સમુદાયોમાંથી તેનો બાકાત રાખવાથી સમાનતાના સિદ્ધાંત પર પ્રશ્નો ઉભા થાય છે. સંસદને સમગ્ર દેશ માટે સમાન કાયદા ઘડવાનો અધિકાર છે, તેથી રાજ્ય સ્તરે આવા બિલ રજૂ કરવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે રાજકોટ અને અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કર્યાં | 2026-04-10 18:38:44
ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | 2026-04-10 09:05:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભાજપે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી, પૂર્વ IPS મનોજ નીનામાને મળી ટિકિટ | 2026-04-09 18:16:18
ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો શુભારંભ, સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં પહેલ | 2026-04-09 16:19:33
ગોપાલ ઇટાલીયાની વાત સાચી પડી, રાજુ કરપડાએ કમલમમાં કેસરીયો ધારણ કરી લીધો | 2026-04-09 13:53:26