Sat,20 April 2024,9:58 am
Print
header

ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ વેચાય છે, માત્ર નામની જ દારૂબંધીઃ શંકરસિંહ વાઘેલા- Gujarat Post

અત્યાર સુધી 33 લોકો સામે ગુનો દાખલ, 21 આરોપીઓ ઝડપાયા 

એસઆઇટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ 

દારૂબંધી હટાવવા અંગે શંકરસિંહ વાઘેલાએ ઘણી વખત નિવેદનો આપ્યાં છે

ગાંધીનગરઃ રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર મચી ગયો છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે. બોટાદમાં 25 અને ધંધુકામાં 11 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડને લઈને તમામ વિરોધ પક્ષો ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બોટાદ લઠ્ઠાકાંડ પર નિવેદન આપ્યું છે.

વાઘેલાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આપણા ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ વેચાય છે, માત્ર નામની જ દારૂબંધી છે, તો દારૂબંધી રાખવાનો શુ મતલબ છે ? શા માટે રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવામાં નથી આવતી ? વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચ કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ભાજપની આ સરકારે લઠ્ઠાકાંડની ઘટના પરથી બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યું, પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શકતુ નથી.

દારુબંધી હટાવવી એ સમયની માંગ છે, આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે.અગાઉ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે દારુબંધી હટાવવી એ સમયની માંગ છે. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું, હવે તેનો પુનવિચાર કરો, દારૂબંધી હટાવો. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. તો આ નીતિ ખોટી છે. ગુજરાતમાં લોકો કેમિકલ પીને મરી જાય છે, અનેક બહેનો વિધવા થાય છે. હવે નીતિ બદલવાની જરુર છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch