Tue,23 April 2024,1:22 pm
Print
header

જામનગર: યુવતીઓની જાતીય સતામણીમાં સંડોવાયેલા સામે થશે કડક કાર્યવાહીઃ પ્રદિપસિંહ જાડેજા

જામનગરઃ જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લીધી છે રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તમામ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મળેલી રાજયમંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં  જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપીને તેની તાત્કાલિક તપાસ માટે આદેશ આપ્યાં છે.

આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશનરને સૂચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી બનાવીને ઘટનાની તપાસ કરવા જણાવ્યું હતુ. તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ અને મેડીકલ કોલેજના ડીનની નિમણૂંક કરાઇ છે. આ કમિટી સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલને આધારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો ભાજપ સરકાર ચલાવી લેશે નહી કોઇને પણ છોડશે નહી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ કરી દેવાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch