Wed,24 April 2024,2:18 am
Print
header

દેશમાં કયાં સુધી રહેશે કોરોનાની રસીની અછત ? અદાર પૂનાવાલાએ કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી બચવા માટે 18 વર્ષથી મોટા તમામ લોકોને રસી આપવાની કામગીરી 1 મેથી શરૂ થઈ છે. આ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં રસીની અછત જોવા મળી રહી છે. ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનવાલાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે જુલાઈ સુધી દેશમાં વેક્સિનની અછત વર્તાશે પછી માર્કેટમાં જથ્થો આવી જશે. અંગ્રેજી વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે અદાર પૂનાવાલાએ કહ્યું કે એક દિવસમાં 60-70 મિલિયન ડોઝથી 100 મિલિયન ડોઝ સુધી ઉત્પાદન ક્ષમતા વધારવામાં જુલાઈ સુધીનો સમય લાગશે. અહેવાલમાં પૂનાવાલાના માધ્યમથી જણાવાયું છે કે અધિકારીઓને જાન્યુઆરીમાં બીજી લહેરનો સામનો કરવાની આશા ન હતી. તે સમયે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા. વેક્સિનની અછને લઈ તેમણે કહ્યું રાજનેતાઓ અને આલોચકો દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યૂટને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે દેશમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. દેશમાં કુલ કોરોનાના કેસ બે કરોડ નજીક પહોંચવા આવ્યાં છે કુલ કેસ 1,99,25,604 થયા છે. જ્યારે 1,62,93,003 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે કુલ મૃત્યુઆંક 2,18,959 છે. એક્ટિવ કેસ 34,13,642 છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch