રાજકોટઃ જસદણ તાલુકાના વિંછીયા રોડ પર મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં વેરાવળ-સોમનાથના નાયબ મામલતદાર સંજય વડાળીયાનું મોત થયું છે. આ ઘટનાથી સરકારમાં કામ કરી રહેલા તેમના સાથીઓ અને પરિવાર આઘાતમાં છે.
વેરાવળ-સોમનાથમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સંજય વડાળીયા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા. ત્યારે જસદણના વિંછીયા રોડ પર આવેલા જલારામ જીનીંગ નજીક તેમની કાર અચાનક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતથી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં સંજય વડાળીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ દુર્ઘટના રાત્રે અંદાજે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. નાયબ મામલતદાર સંજય વડાળીયાના અચાનક નિધનના સમાચાર મળતા વેરાવળ-સોમનાથ સહિત સરકારી વર્તુળોમાં અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39