Sat,13 December 2025,1:00 am
Print
header

સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત

  • Published By Panna patel
  • 2025-11-17 21:03:25
  • /

સાઉદી અરેબિયામાં રસ્તા પર બસમાં લાગેલી આગની ઘટના માત્ર એક અકસ્માત ન હતો. તે 45 ભારતીય ઉમરાહ યાત્રાળુઓ માટે છેલ્લી યાત્રા બની ગઈ અને તેમાંથી સૌથી મોટી દુર્ઘટના એક જ પરિવારના 18 સભ્યોના મોતની હતી. ત્રણ પેઢીઓ બરબાદ થઈ ગઈ. એક પરિવાર લગભગ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. 

આ લોકો મક્કાથી મદીના જઈ રહ્યાં હતા. તેમણે ઉમરાહ પૂર્ણ કરી હતી. તેઓ ઘરે પાછા ફરવાની વાત કરી રહ્યાં હતા. બાળકોએ તેમના દાદા-દાદી માટે ભેટો પસંદ કરી હતી, પરંતુ બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ કે તરત જ બધું જ રાખ થઈ ગયું. 

હૈદરાબાદના મુસીરાબાદના શેખ નસીરુદ્દીન અને તેમની પત્ની અખ્તર બેગમ પણ એ જ બસમાં હતા. તેમનો દીકરો, બે દીકરીઓ, પુત્રવધૂ અને પરિવારના અન્ય સભ્યો બસમાં હતા. સંબંધીઓ કહે છે, તેઓ અઠવાડિયાથી આ સફરની તૈયારી કરી રહ્યાં હતા. તેઓ ખૂબ ખુશ હતા. આજે, એ જ ઘર શોકથી ભરેલું છે.

એક જ પરિવારના 18 સભ્યોએ જીવ ગુમાવ્યાં

પીડિત પરિવારના પિતરાઈ ભાઈએ કહ્યું કે અમારા 18 લોકો યાત્રાએ ગયા હતા. અમે સરકાર પાસેથી સંપૂર્ણ તપાસની માંગ કરીએ છીએ અને જવાબદારોને સજા થવી જોઈએ, તેમના દરેક શબ્દમાં પીડા સ્પષ્ટ દેખાય છે. આ દુર્ઘટનાથી બીજો એક પરિવાર ભાંગી પડ્યો, સબીહા બેગમ, તેમનો પુત્ર ઇરફાન, પુત્રવધૂ હુમૈરા અને તેમના બે નાના બાળકો, હમદાન અને ઇઝાન- બાળકો પહેલી વાર ઉમરાહ પર ગયા હતા અને બધા ખૂબ ખુશ હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch