Wed,15 July 2026,12:13 am
Print
header

બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

  • Published By PANNA PATEL
  • 2026-06-09 16:06:47
  • /

બનાસકાંઠાઃ  હવે સરપંચના બીજા એક પતિ એસીબીની ઝપેટમાં આવ્યાં છે, દેવભૂમિ દ્વારકા બાદ બનાસકાંઠામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ફરીયાદીને ઘરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોવાથી તેઓએ માટી ઉપાડવા પંચાયતનો સંપર્ક કર્યો હતો અને પંચાયતે સિંચાઈ વિભાગને માટી ઉપાડવા માટે ઠરાવ કરી અરજી કરી હતી, જે કામ માટે આ કામના આરોપી વધુજી સુરાજી સોલંકી જે આ ગામના સરપંચના પતિ છે તેણે આ કામના ફરિયાદીને ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવા માટે ફરિયાદી પાસે રૂ. 1,10,000 ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.

લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ન હોવાથી બનાસકાંઠા એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ કામના આરોપી વધુજી સુરાજી સોલંકી ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 1,10,000 લાંચની રકમ સ્વીકારતા ઢુવા ચોકડી જાહેર રોડ ઉપર, જૂના ડીસામાં ઝડપાઇ ગયા હતા. 

ટ્રેપિંગ અધિકારી: બી.જે.જોષી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર. 

સુપરવિઝન અધિકારી: કે. એચ. ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ.

ઇન્ચાર્જ અધિકારીઃ બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch