Sat,20 April 2024,2:14 am
Print
header

પત્ની સામે જ પતિએ તોડ્યો દમ, સાપુતારામાં રોડ અકસ્માતમાં પતિનું મોત

ડાંગ: વાહન ચાલકોની એક નજીવી ભૂલના કારણે રોજે-બરોજ માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યાં છે. આજે ડાંગ જિલ્લામાં એક  દંપતીને રોડ અકસ્માત નડ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, એકને ગંભીર ઈજા પહોંચી છે. વઘઈથી સાપુતારા માર્ગ પર એક બાઈક અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર દંપતીમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું છે.

જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વઘઈ બોટેનિકલ ગાર્ડ નજક એક ટવેરા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પતિ પત્ની બંને ધડાકાભેર રોડ પર પટકાયા હતા, અકસ્માત સર્જનાર ટવેરા ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો.

 સ્થાનિક વાહન ચાલકોએ દંપતિને બચાવવા માટે તુરંત 108ને અને પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ પતિનું પત્નીની નજર સામે જ મોત થઈ ગયું હતું, જ્યારે પત્નીને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch