Fri,26 April 2024,12:27 am
Print
header

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું, ઓક્સિજન મુદ્દે સરકારી નિવેદન માટે મોદી સરકાર પર કેસ થવો જોઈએ

મુંબઇઃ દેશમાં ઓક્સિજનના અભાવ એક પણ મોત ન થયાના કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કૉંગ્રેસ બાદ હવે શિવસેનાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આ નિવેદન પછી કોરોનામાં ઓક્સિજનના અભાવને કારણે તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને કેવી વેદના થઇ હશે ? સંજય રાઉતે કહ્યું કે, જૂઠ્ઠાણા બદલ મોદી સરકાર વિરુદ્ધ કેસ નોંધાવો જોઇએ.

આ સિવાય પેગાસસ કેસમાં પણ સંજય રાઉતે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે વિપક્ષ આ જાસૂસી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને સુપ્રીમ કોર્ટની દખલની માંગ કરી રહ્યો છે, અને સરકારે સત્ય બહાર આવવા દેવું જોઈએ.જ્યારે તમે કશું ખોટું કર્યું નથી, તો પછી ડરની વાત શું છે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch