Thu,25 April 2024,12:56 am
Print
header

સંજય દત્તે લીધી કોરોનાની રસી, ડોક્ટર્સને લઈને કહી આ મોટી વાત

મુંબઈઃ દેશમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. કોરોના રસીકરણ ચાલી રહ્યું હોવા છતાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી બોલિવુડ સ્ટાર્સ પણ કોરોના રસી લીધા બાદ ફોટો શેર કરીને ફેન્સને રસી લેવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સંજય દત્તે પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને તેનો ફોટો શેર કર્યો છે.

અભિનેતા સંજય દત્તે ટ્વીટ કરીને લખ્યું, બીકેસી વેક્સિન સેન્ટરમાં કોવિડ-19નો પ્રથમ ડોઝ લીધો. ડો.ધીરે અને તેમની ટીમને આ શાનદારકામ માટે અભિનંદન.તેમની મહેનત માટે મારા દીલમાં ખૂબ પ્રેમ અને ઈજ્જત છે. જય હિંદ

સંજય દત્ત પહેલા સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, ધર્મેન્દ્ર, કમલ હસન, હેમા માલિની, અનુપમ ખેર, પરેશ રાવલ, નાગાર્જુન સહિત ઘણા સ્ટાર્સ રસી લઈ ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch