Thu,25 April 2024,3:29 am
Print
header

સેમસંગનો સૌથી સસ્તો 5G ફોન Galaxy A42 5G, મળશે ઘણું જ ખાસ પ્રોસેસર

નવી દિલ્હીઃ આ મહિનાની શરૂઆતમાં સાઉથ કોરિયન કંપની સેમસંગે પોતાના સસ્તા 5G સ્માર્ટફોન Galaxy A42 5Gની જાહેરાત કરી હતી. કંપનીએ તેના પ્રોસેસર અંગે ખુલાસો નહોતો કર્યો. પરંતુ હવે એક તાજા રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે સેમસંગ ગેલેક્સી એ 42 5જી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 750G પ્રોસેસરનો ઉપયોગ કરી શકાય છે.

સ્નેપડ્રેગન 750G ચિપસેટવાળો પહેલો સ્માર્ટફોન

Dealntech એ આ સ્માર્ટફોનના ગીકબેંચ બેન્ચમાર્કના સૉર્સ કોડનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. જેમાં ડિવાઇસને મૉડલ નંબર SM-A426B આપવામાં આવ્યો છે. સોર્સ-કોડથી ખબર પડે છે કે સેમસંગ ગેલેક્સી A42 5Gમાં ઑક્ટાકોર પ્રોસેસર હશે અને સાથે તેમાં Adreno 619 જીપીયૂ મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્નેપડ્રેગન 750G ચિપસેટવાળો પહેલો સ્માર્ટફોન હોઇ શકે છે. આ અગાઉ આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફોનમાં સ્નેપડ્રેગન 690 5જી પ્રોસેસર મળી શકે છે. 

શું હશે કિંમત અને સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy A42 5G સ્માર્ટફોનનું વેચાણ યૂરોપમાં નવેમ્બરમાં શરૂ થશે અને તેની કિંમત 369 યૂરો (અંદાજે 31,700 રૂપિયા) હોઇ શકે છે. આ ત્રણ કલર ઓપ્શન-બ્લેક, વ્હાઇટ અને ગ્રેમાં આવશે. ફોનમાં 6.6 ઇંચનો સુપર AMOLED ડિસ્પ્લે મળી શકે છે, જે ફુલ HD+ રેઝોલ્યૂશન વાળો હશે. તેમાં 5,000mAhની મોટી બેટરી આપવામાં આવશે. 

ફોટોગ્રાફી માટે તેમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર, 5 મેગાપિક્સલનું માઇક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. ફોનના ડિસ્પ્લેમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch