Sat,20 April 2024,4:38 pm
Print
header

ડ્રાઈવર સહિત 3 સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ, સલમાન ક્વોરન્ટાઇન, આજે પરિવારનો ટેસ્ટ થઇ શકે છે

મુંબઇઃ બોલીવુડ એક્ટર સલમાન ખાનની નજીક કોરોના પહોંચી ગયો છે. તેના પર્સનલ ડ્રાઈવર સહિત 3 સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેયને મુંબઇની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. જેમાંથી બેની તબિયત સ્થિર છે. ડ્રાઈવર પોઝિટિવ આવ્યાં બાદ એક્ટર સલમાન ખાન ક્વોરન્ટાઇન છે. આજે સલમાન અને તેના પરિવારના અન્ય સભ્યોનો RT-PCR ટેસ્ટ થઇ શકે છે.

14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવાના નિયમ મુજબ સવાલ એ છે કે શું સલમાન તેના શો બિગ બોસ 14માં દેખાશે કે નહીં. લેટેસ્ટ ઇન્ફોર્મેશન મુજબ, સલમાન ખાનના ડ્રાઈવરમાં સૌથી પહેલા લક્ષણ દેખાયા હતા, ત્યાર બાદ એક્ટરે તેના આખા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવ્યો, બે સ્ટાફ મેમ્બર્સ અને ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ચર્ચા છે કે સેટ પર ડ્રાઈવરને કોરોના સંક્રમણ થયું હતુ, ત્યાર બાદ સેટ પર હાજર લોકોના  કોરોના ટેસ્ટ થઇ રહ્યાં છે.

લોકડાઉન બાદથી સલમાન પનવેલ ફાર્મહાઉસ પર હતો.અહીંથી જ તે બિગ બોસના શૂટિંગ માટે જતો હતો. સેટ પર પણ તે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સમજાવતો દેખાયો હતો.સલમાન મોટાભાગે ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલો જોવા મળે છે. જેથી તેને કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch