સાબરકાંઠાઃ શામળ પટેલ સાબર ડેરી આંદોલનને લઇને હાલ ચર્ચામાં છે. દૂધનના ભાવ વધારાની માંગ માટે અને બોનસ ન મળતા પશુપાલકોમાં ભારે રોષ છે. અરવલ્લી અને સાબરકાંઠાના ગામડાંઓમાં શામળ પટેલના પૂતળા સળગાવીને પશુપાલકો વિરોધ કરી રહ્યાં છે અને તેમની નનામી પણ કાઢવામાં આવી રહી છે.
સાબર ડેરી આંદોલન વચ્ચે તેમનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. તેમના દ્વારા પોતાના જ ગામ પીપોદરાના એક જ ફળિયાના અને પોતાના પુત્ર, ભત્રીજાઓ, ભત્રીજાના સાળા, સાઢુ અને સંબંધીઓને તગડા પગાર વાળી નોકરીએ ચઢાવ્યાં હોવાના આરોપ થયા છે. સોશિયલ મીડિયામાં આ નામો ફરતા થયા છે.
જેમાં વિક્રમ પટેલ (એમ.પી. ઓ .વિભાગ, શામળ પટેલનો પુત્ર), મનીષ પટેલ (એમ.પી. ઓ વિભાગ, શામળ પટેલનો ભત્રીજો), મિતેષ પટેલ (ડ્રાઈવર), વિનોદ પટેલ ( ડ્રાઈવર), ભૌમિક પટેલ ( એન્જિનિયર), વસંત પટેલ ( ઈલેક્ટ્રીશીયન), સંજય પટેલ( ઈલેક્ટ્રીશીયન બાયડ શિતકેન્દ્ર), પિંકલ પટેલ (બાયડ શિતકેન્દ્ર), કલ્પેશ પટેલ (ટેકનિશિયન), પ્રિતેશ પટેલ(ટેકનિશિયન), દિનેશ પટેલ ( એકાઉન્ટ વિભાગ), વિમલ પટેલ ( એન્જિનિયર), મનન પટેલ(PA), હાર્દિક પટેલ, પટેલ પ્રિતેશ પી.(બાયડ શિતકેન્દ્ર), પટેલ આક્ષકુમાર વી.(બાયડ શિતકેન્દ્ર) નો સમાવેશ થાય છે.
આ નામો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે, અને લોકો કહી રહ્યાં છે કે આવા તો અનેક લોકોને નોકરી લગાવી દીધા છે, જેઓ તેમના સંબંધીઓ છે અથવા તો રૂપિયા લઇને નોકરી લગાવવામાં આવ્યાં છે, જો કે અમે આ નામોને લઇને કોઇ સમર્થન આપતા નથી, આ સોશિયલ મીડિયામાંંથી લીધેલા નામો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50
ACB ટ્રેપઃ લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો આટલા રૂુપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-04-08 10:37:12