Thu,25 April 2024,12:37 pm
Print
header

BJPના MLA હિતુ કનોડિયાના મતવિસ્તારમાં ધર્મપરિવર્તન, 105 અનુસૂચિત જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો

સાબરકાંઠા:રાજ્યમા ધર્મ પરિવર્તન કરવાના કિસ્સા વધી રહ્યાં છે, થોડા સમય પહેલા અનૂસુચિત જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો, ફરીથી આ જ સમાજના 105 લોકોએ હિન્દુ ધર્મ છોડીને બોદ્ધ ધર્મ અપનાવી લીધો છે, દલિતો સામે વધતી અત્યાચારની ઘટનાઓથી સમાજના લોકો રોષમાં છે, જેથી 105 લોકોએ ધર્મ પરિવર્તન કરી લીધું છે.

ઇડર તાલુકાના જુદા જુદા ગામોના કુલ 105 પુરૂષો-મહિલાઓએ હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે, સ્થાનિક ગામોના મંદિરોમાં અનૂસુચિત જાતિના લોકોની પ્રવેશબંધી, દલિતો પર થતા અત્યાચાર અને મધ્યપ્રદેશના શિવપુરીમાં બે અનૂસુચિત જાતિના બાળકોની હત્યા સહિતના મુદ્દાઓને લઇને આ લોકોમાં રોષમાં છે. અગાઉ ખંભીસરમાં કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો, અહી દલીત યુવકના લગ્નના વરઘોડાનો સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો.સમાજના લોકોના મતે હિન્દુ ધર્મમાં તેમને ન્યાય ન મળતા તેઓ હવે બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.

ધર્મ પરિવર્તન મુદ્દે જિલ્લા તંત્ર હજુ સુધી ચૂપ છે, બીજી તરફ ઇડરના ભાજપ સરકારના પૂર્વ મંત્રી રમણલાલ વોરાનો 
વિસ્તાર છે, હાલના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાનો મત વિસ્તાર છે, અહી જ આવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, ભાજપના બંને નેતાઓ અનૂસુચિત જાતિના સમાજના જ હોવા છંતા પોતાના જ સમાજના પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ રહ્યાં છે, માટે જ 105 લોકોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch