Tue,16 April 2024,9:06 am
Print
header

ST નિગમનો મહત્વનો નિર્ણય, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે બસ સેવા હંગામી ધોરણે બંધ

અમદાવાદ: કોરોના સંક્રમણને કારણે લોકો મુસાફરી કરતા બંધ થયા છે. સામાન્ય દિવસોમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીને કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ગાડી હજી પાટા પર ચડી રહી હતી ત્યાં જ ફરી કોરોનાનો કહેર વધ્યો છે. જેને પગલે GSRTCની સેવા પર અસર પડી રહી છે. રાજ્યમાં વધતા સંક્રમણને પગલે લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણે બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે. એમાં પણ રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હાલ વિભાગ તરફથી 5047 શિડ્યુલ બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ એસટી વિભાગે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે બસ સેવા હાલ સ્થગિત કરી દીધી છે.

એસટી નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું કે, સ્વૈચ્છિક લોકડાઉનને કારણે ગામડાઓમાંથી આવતા જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફ આવતા અને જતા પ્રવાસીઓની 50 ટકા સંખ્યા ઘટી છે. જેને કારણે રાજસ્થાન પહેલા 120 શિડ્યુલ બસ ચલાવતા હતા તેમાંથી અડધી જ બસ ચલાવવામાં આવી રહી છે.

બસો રાબેતા મુજબ દોડતી હતી તેને કારણે એસટી નિગમને 5.75 કરોડની આવક થતી હતી. પરંતુ પ્રવાસીઓ ઘટતા આવકમાં ઘટાડો થયો છે. હાલ એસટી નિગમને ત્રણ કરોડ આસપાસ આવક થાય છે, એટલે કે આવકમાં પણ 45 ટકાનો ઘટાડો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch