Thu,25 April 2024,2:42 pm
Print
header

ગુજરાત કૉલેજ પાસે હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, પોલીસવાળાઓની પણ હતી અહીં બેઠક- Gujaratpost

2 યુવતીઓ સહિત 20 લોકો ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કર્યાં કબ્જે 

અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદઃ ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે.  અહીં 2 યુવતીઓ સહિત કુલ 20 લોકો હુક્કાની મોજા માણતા ઝડપાયા છે.અહીથી હુક્કાના સેમ્પલ કબ્જે કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબ્જે કર્યાં છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરીને આ હુક્કા આપવામાં આવતા હતા. પોલીસે આ સમગ્ર મામલે CCTV અને DVR કબ્જે કર્યાં છે. જેમાં અહીં રોજ આવતા લોકોના ફૂટેજ છે. આ ફૂટેજમાં પોલીસકર્મીઓ હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં ગુજરાત કોલેજની બાજુમાં આવેલો આ TCS હુક્કાબાર ખૂબ જાણીતો છે.

સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડતા સ્થાનિક પોલીસ સામે મોટી કાર્યવાહી થશે. સ્થાનિક પોલીસ અહીં દરેક બાબતમાં નજરઅંદાજ કરતી હોય એવું લાગી રહ્યું હતું. દરોડા વખતે અહીં બે યુવતીઓ સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch