Thu,18 April 2024,9:41 pm
Print
header

SCO Summit 2022- મોદી અને પુટીન વચ્ચે મુલાકાત, મોદીએ કહ્યું આ યુગ યુદ્ધનો નથી- gujaratpost

ઉઝબેકિસ્તાનઃ સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO) સમિટ મળી છે, જેમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે, યુક્રેન યુદ્ધ મામલે મોદીએ રશિયાને કહ્યું કે સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી, આ યુગ યુદ્ધનો નથી અને આપણે શાંતિના માર્ગે આગળ વધવું પડશે. ભારત શાંતિની તરફેણ કરે છે,સાથે જ મોદીએ પુતિનને કહ્યું કે આપણા સંબંધો અનેક દશકાઓથી મજબૂત છે અને આગળ પણ મજબૂત રહેશે.

મોદીએ SCO સમિટને પણ સંબોધીત કરી હતી. તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ઉઝબેકના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સહિતના વડાઓએ હાજરી આપી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.તેમણે કહ્યું કે આપણી વચ્ચે જૂના સંબંધો છે અને એકબીજાના સહયોગ કરતા રહેશું. ભારતે રશિયા પાસેથી ફર્ટિલાઈઝરની માંગ કરી છે તે પુરી કરવામાં આવશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch