Tue,16 April 2024,1:07 pm
Print
header

SBI ક્રેડીટ કાર્ડના વેરીફિકેશનના નામે ગઠીયાએ મોબાઇલ નંબર બદલીને રૂ. 4.24 લાખની કરી છેતરપિંડી

નિકોલ વિસ્તારમાં પ્રેક્ટીસ કરતા વકીલ સાથે થઇ છેતરપિંડી, સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી ફરિયા

અમદાવાદઃ શહેરના થલતેજ (thaltej) વિસ્તારમાં રહેતા અને નિકોલ ખાતે ઓફિસ ધરાવતા તેમજ ધી કાંટા કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલ (advocate) રાકેશ પ્રજાપતિ સાથે એસબીઆઇ ક્રેડીટ કાર્ડ (SBI Credit Card)ના કેવાયસી અપડેટના નામે ગઠીયાએ કેવાયસી ડોક્યુમેન્ટ અને મોબાઇલ નંબર બદલીને રુપિયા 4.24 લાખની છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બનાવની વિગતો એવી છે કે રાકેશ પ્રજાપતિ વર્ષ 2019થી એસબીઆઇનું ક્રેડીટ કાર્ડ ધરાવે છે તે કારમાં ડીઝલ પુરાવા તેમજ નાની મોટી ખરીદી માટે કાર્ડનો ઉપયોગ કરે છે. ત્યારે તેમને કોઇ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ એસબીઆઇ કાર્ડ અપગ્રેડ વિભાગના અધિકારી તરીકે આપી હતી, જેમાં કેટલાંક ફાયદા ગણાવતા રાકેશ પ્રજાપતિએ કાર્ડ અપગ્રેડ કરવા માટે તૈયારી દર્શાવી હતી દરમિયાન કોલ કરનારે કેટલીક વિગતો મંગાવી હતી. જેમાં કાર્ડનો સીવીવી (CVV) નંબર અને અન્ય વિગતો માંગી હતી.

જો કે થોડા દિવસ બાદ તેમને એસબીઆઇ કાર્ડ રીકવરી વિભાગમાંથી ફોન આવ્યો હતો કે તેમના કાર્ડમાંથી રુપિયા 4.24 લાખની ખરીદી થઇ છે.જે વાત જાણીને રાકેશભાઇને નવાઇ લાગી હતી કારણ કે તેમણે ખરીદી કરી જ ન હતી. ઓટીપી પણ આવ્યો ન હતો. તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતુ કે કાર્ડ અપગ્રેડ કરવાના બહાને સીવીવી સહિતની વિગતો મેળવીને કોલ કરનારે ફોન નંબર અને કેવાયસી ડોક્યુમેન્ટ બદલી દીઘા હતા. જેથી ખરીદીનો કોઇ મેસેજ રાકેશભાઇને આવ્યો ન હતો.આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીને લઇને પોલીસ પણ ચોંકી ઉઠી છે કારણ કે મોબાઇલ નંબર અને કેવાયસી બદલીને છેતરપિંડી કરવાનો આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch