Thu,25 April 2024,7:14 am
Print
header

રશિયાની કોરોના વેક્સીનના ટ્રાયલ માટે 60 હજાર લોકોએ કર્યું અપ્લાઈ, 700 લોકોને અપાઈ રસી

મૉસ્કો: વિશ્વના દેશોમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાને અટકાવવા અનેક દેશો વેક્સીનનું ક્લિનીકલ ટ્રાયલ કરી રહ્યાં છે. ત્યારે રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વી(Sputnik V) ના ટ્રાયલ માટે 60 હજાર લોકોએ અપ્લાઈ કર્યું છે. તેમાં હજારો લોકો એવા છે. જેમણે આ વેક્સીનના ટ્રાયલ પહેલા કરવામાં આવતી જરૂરી મેડિકલ ટેસ્ટ પાસ કરી દીધી છે.  

હાલમાં 700 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. આ જાણકારી મેયર સર્ગેઈ સોબયનિને આપી હતી. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે 15 ઓગસ્ટે આ વેક્સીન તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી.

રશિયાની સરકારે દાવો કર્યો છે કે, આ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે. વેક્સીનને રશિયાના ગામેલયા રિસર્ચ સેન્ટરમાં તૈયાર કરવામાં આવી છે. દુનિયાના બીજા દેશોમાં લગભગ 40 હજાર લોકો પર તેનું હ્યુમન ટ્રાયલ શરુ થઈ ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે, રશિયાની સૉવરેન વેલ્થ ફંડે ભારતને કોરોના વાયરસની રસી ‘સ્પૂતનિક-V’ના 10 કરોડ ડોઝ આપવા માટે કરાર કર્યા છે. રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ ભારતમાં સપ્લાઈ માટે દિગ્ગજ કંપની ડૉ. રેડ્ડીસ લેબ સાથે કરાર કર્યા છે.

રશિયામાં અત્યાર સુધી 11 લાખ 9 હજાર 595 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 19 હજાર 489 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 10 દિવસથી દરરોજ પાંચ હજારથી વધુ સંક્રમિત કેસ સામે આવી રહ્યાં છે.

દુનિયાભરમાં દરરોજ બે લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 3 કરોડ 12 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 64 હજાર લોકોઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ 28 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે. હાલમાં 74 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch