રશિયાઃ અમેરિકાએ ટેરિફ લગાવીને ભારત સહિત અનેક દેશોને મુશ્કેલીમાં મુકી દીધા છે, રશિયા અને યુક્રેન યુદ્ધને લઇને ટ્રમ્પે ભારત પર એક પછી એક કડક નિયમો લાદી દીધા છે, આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમર પુતિનનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમને કહ્યું છે કે મોદીને હું સારી રીતે ઓળખુ છું, તેઓ ક્યારેય અપમાન સહન નહીં કરે અને અમેરિકા સામે ઝુકશે પણ નહીં.
રશિયા અને યુરોપ વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે રશિયાને ઉશ્કેરવાના પ્રયાસોનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે.
દક્ષિણ રશિયામાં એક કાર્યક્રમમાં બોલતા પુતિને કહ્યું, અમે યુરોપના વધતા લશ્કરીકરણ પર નજીકથી નજર રાખીને બેઠા છીએ. અમારો નાટો જોડાણ પર હુમલો કરવાનો કોઇ જ ઇરાદો નથી, પરંતુ દુશ્મોનોને અમે જવાબ આપવા તૈયાર છીએ.
બે મહિના પહેલા અલાસ્કામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થઇ હતી, તેમ છંતા યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધનો કોઇ ઉકેલ આવ્યો નથી. સામે અમેરિકા હવે રશિયાને ભયકંર યુદ્ધની ધમકી આપી રહ્યું છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36