કિવ: રશિયાએ રાત્રે યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કરી દીધો છે. રશિયાના આ હુમલા બાદ ત્રણ વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો સૌથી મોટો છે. તેના કારણે યુક્રેનને મોટું નુકસાન થયું છે.
477 ડ્રોન અને 60 મિસાઇલો છોડવામાં આવી હતી
યુક્રેનિયન વાયુસેના અનુસાર, આ હુમલા દરમિયાન રશિયાએ કિવ પર કુલ 477 ડ્રોન અને 60 મિસાઇલો છોડી હતી. જો કે, યુક્રેનિયન સેનાએ 249 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. જ્યારે કેટલાક ડ્રોન અને મિસાઇલો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા જામ કરવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. વાયુસેનાના પ્રવક્તા યુરી ઇહનાતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે આ હુમલો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો હતો.
પશ્ચિમ યુક્રેન હચમચી ગયું
અત્યાર સુધી રશિયાનું ધ્યાન પૂર્વીય ક્ષેત્ર પર હતુ, પરંતુ આ વખતે આ હુમલાએ પશ્ચિમ યુક્રેનને પણ હચમચાવી નાખ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલાનું લક્ષ્ય ફક્ત ફ્રન્ટલાઈન વિસ્તારો જ નહીં, પરંતુ પશ્ચિમ યુક્રેન જેવા વિસ્તારો પણ હતા. જે યુદ્ધ રેખાથી ઘણા દૂર છે. તેનો ઉદ્દેશ સમગ્ર દેશમાં અસ્થિરતા પેદા કરવાનો હતો. હુમલા પછી પોલેન્ડની વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. તેમના અને સાથી દેશોના હવાઈ ક્ષેત્રના રક્ષણ માટે જેટ વિમાનો તૈનાત કરવામાં આવ્યાં છે.
ખેરસનમાં 6 લોકો ઘાયલ, એકનું મોત
ખેરસનમાં ડ્રોન હુમલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. ચેરકાસી ક્ષેત્રમાં એક બાળક સહિત 6 લોકો ઘાયલ થયા છે. ઘણા વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો અને રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. આ તાજેતરનો હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સંકેત આપ્યો હતો કે મોસ્કો ઇસ્તંબુલમાં શાંતિ વાટાઘાટોના નવા રાઉન્ડ માટે તૈયાર છે, ત્યારે આ હુમલાએ તે પ્રયાસોની સંભાવનાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49