Sat,20 April 2024,6:03 pm
Print
header

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ! યુએસ પ્રમુખ બાઇડેન જશે પોલેન્ડ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએફપી)

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. દરમિયાન, યુક્રેન તરફથી સ્પષ્ટ સંકેતો મળ્યાં છે કે તે આત્મસમર્પણ નહીં કરે. યુક્રેનની સેનાએ મારિયુપોલમાં ભીષણ યુદ્ધમાં પણ શસ્ત્રો મૂકવાની ના પાડી દીધી છે.બીજી તરફ યુક્રેનનો દાવો છે કે તેણે યુદ્ધમાં એક અલગતાવાદી કમાન્ડરને મારી નાખ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે તેઓ પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ જો આ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે.

યુક્રેન પર હુમલા બાદ રશિયાએ 900 થી વધુ લોકોની અટકાયત કરી છે. તમામ રશિયનો છે, જેઓ છેલ્લા ઘણા દિવસોથી પુતિન વિરુદ્ધ યુદ્ધનો વિરોધ કરી રહ્યાં હતા.  યુક્રેનની સેનાએ એઝોવ સમુદ્રમાં પોતાનો જ રેલવે બ્રિજ ઉડાવી દીધો છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોલેન્ડ જશે. દરમિયાન તેઓ અન્ય દેશો સાથે બેઠક કરશે. જેમાં તેઓ માનવતાવાદી સંકટ સમયે અમેરિકા તેના સહયોગી દેશોની કેવી રીતે મદદ કરી રહ્યું છે તે અંગે જણાવશે.

બીજી તરફ યુક્રેનમાં 1 માર્ચે મોતને ભેટલા કર્ણાટકના નવીન શેખરપ્પાનો પાર્થિવ દેહ તેના પૈતૃક નિવાસ સ્થાને પહોંચ્યો છે. નવીનના પરિવારજનોએ તેને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે. નવીનના પરિવારોએ તેના દેહદાનની થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch