(રશિયા-યુક્રેન યુદ્ધનેે કારણે શરણાર્થી બનેલી એક મહિલા)
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 51મો દિવસ
70 લાખથી વધારે લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા
દેશ છોડનારાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો
પુરુષોને દેશ છોડવાની મંજૂરી નથી
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને 50 દિવસ પૂર્ણ થયા છે.આજે 51મો દિવસ છે,રશિયન હુમલા હજુ પણ બંધ થયા નથી. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસના કાર્યાલય અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 50 લાખ યુક્રેનિયનો દેશ છોડી ચૂક્યા છે, 70 લાખથી વધારે લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. યુક્રેનની સંસદે યુદ્ધ દરમિયાન વિદેશીઓને યુક્રેનની ગુપ્તચર એજન્સીમાં કામ કરવાની મંજૂરી આપી છે.
યુક્રેનિયન સશસ્ત્ર દળો અનુસાર, દક્ષિણ યુક્રેનમાં રશિયન સૈનિકોને નોંધપાત્ર નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 39 રશિયન સૈનિકો માર્યાં ગયા છે, ચાર રશિયન વાહનોને પણ નષ્ટ કરવામાં આવ્યા છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ કેદીઓની આપ-લે ઝડપથી થઈ રહી છે. યુક્રેનિયન ઓપરેશનલ કમાન્ડ સાઉથના અહેવાલ મુજબ તેણે પાંચ યુક્રેનિયન સૈનિકોના બદલામાં ચાર રશિયન સૈનિકોને મુક્ત કર્યાં છે.
દેશ છોડનારાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.અહેવાલો અનુસાર કુલ શરણાર્થીઓમાં 90 ટકા મહિલાઓ અને બાળકો છે, પુરુષોને દેશ છોડવાની મંજૂરી નથી. ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે રશિયા માટે આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતી 14 રશિયન માલિકીની કંપનીઓ પર નાણાકીય પ્રતિબંધો લાદ્યા છે. ઓસ્ટ્રેલિયન વિદેશ પ્રધાન મૌરિસ પેને જણાવ્યું કે રશિયન સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓ પરના પ્રતિબંધોમાં શિપિંગ કંપનીઓ સેવામાશ અને યુનાઇટેડ શિપબિલ્ડીંગ તેમજ રૂઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે, જે રશિયાના 80 ટકા ઈલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદન માટે જવાબદાર છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33