સિયોલઃ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યુક્રેનિયન સેનાએ ઉત્તર કોરિયાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય બની શકે છે ?? દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે યુક્રેન સામે રશિયા તરફથી લડતા 4,700 સૈનિકો માર્યા ગયા છે, અનેક સૈનિકો ઘાયલ થયા છે. બુધવારે, દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે યુક્રેનિયન દળો સામે રશિયા સાથે લડતા અંદાજે 4,700 ઉત્તર કોરિયાઈ સૈનિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીના આ મૂલ્યાંકનના બે દિવસ પહેલા, ઉત્તર કોરિયાએ પહેલી વાર પુષ્ટિ કરી છે કે તેણે કુર્સ્ક ક્ષેત્રના ભાગોને ફરીથી કબ્જે કરવામાં રશિયાને મદદ કરવા માટે તેના લડાયક સૈનિકો મોકલ્યાં છે. દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તચર સેવાએ બંધ બારણે યોજાયેલી સંસદીય સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધના મોરચે ઉત્તર કોરિયાઈ સૈનિકો માર્યા ગયા છે.
રશિયામાં કોરિયન સૈનિકોના અંતિમ સંસ્કાર થયા
ચીની મીડિયાના જણાવ્યાં મુજબ જાન્યુઆરી- માર્ચ વચ્ચે 2,000 ઘાયલ ઉત્તર કોરિયાઈ સૈનિકોના અંતિમ સંસ્કાર રશિયામાં કરવામાં આવ્યાં હતા, ત્યારબાદ તેમના અવશેષો ઘરે પાછા મોકલવામાં આવ્યાં હતા.
કિમ જોંગ રશિયાને સંપૂર્ણ સમર્થન આપી રહ્યાં છે
ઉત્તર કોરિયાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમના નેતા કિમ-જોંગ-ઉને રશિયન સશસ્ત્ર દળોના સહયોગથી યુક્રેનિયન સેનાને ખતમ કરવા અને કુર્સ્ક પ્રદેશને મુક્ત કરવા માટે સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાનો આભાર માનતું નિવેદન બહાર પાડ્યું હતું અને ઉત્તર કોરિયાના સૈનિકોના બલિદાનને ભૂલશો નહીં તેવું વચન આપ્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17