Sat,20 April 2024,11:20 am
Print
header

પુતિનના પરમાણુ હથિયારનો જવાબ આપશે અમેરિકાની ટાઈગર ટીમ, ખતરનાક રીતે કરે છે કામ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએફપી)

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સતત 29માં દિવસે યુદ્ધ ચાલુ છે. યુક્રેન શસ્ત્રો મૂકવા તૈયાર નથી ત્યારે રશિયા હવે પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે. આ ધમકી બાદ અમેરિકા, બ્રિટન સહિત ઘણા મોટા દેશોએ આ વિશ્વયુદ્ધ સામે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, વ્હાઈટ હાઉસ પાસે ટાઈગર ટીમ તરીકે ઓળખાતી એક ખાસ ટીમ છે. જેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં કેમિકલ, જૈવિક કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ક્યારે કરવાના છે તે  શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, પુતિને વિશેષ લશ્કરી કાર્યવાહીને ઓડર આપ્યાંના ચાર દિવસ પછી યુએસ ઈમરજન્સી ટાસ્ક ફોર્સની ટાઈગર ટીમની રચના કરવામાં આવી હતી. યુક્રેનની કટોકટી પર નજર રાખવા અને તેનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરવા ટીમના સભ્યો અઠવાડિયામાં ત્રણ વખત બેઠક કરી રહ્યાં છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ટીમ રશિયા મોલ્ડોવા અને જ્યોર્જિયા સહિતના પાડોશી દેશોમાં યુદ્ધને વિસ્તારવા માંગે છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

અમેરિકાની આખી યુદ્ધ વ્યૂહરચના માત્ર ટાઈગર ટીમ જ સંભાળે છે. આ ટીમમાં યુદ્ધની વ્યૂહરચના બનાવવામાં માહેર નિષ્ણાતો છે. આ ટીમ પરમાણુ હુમલાઓથી લઈને રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના યુદ્ધનો સામનો કરવામાં નિષ્ણાત છે.આ ટીમ તબિલાની અને ISIS જેવા મોટા ખતરનાક આતંકવાદી સંગઠનને ખતમ કરવા માટે આધુનિક હથિયારોના નિર્માણ પર કામ કરે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન પર રશિયાના યુદ્ધનો વિરોધ કરવા વૈશ્વિક રેલીનું આહ્લાન કર્યું છે, વિશ્વના નાગરિકોને આ યુદ્ધ સામે જાહેરમાં ઉભા રહેવા વિનંતી કરી છે. ઝેલેન્સકીએ કહ્યું કે હું તમને યુદ્ધની સામે ઊભા રહેવાની અપીલ કરું છું. યુક્રેનને તમારો સપોર્ટ આપો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch