Tue,16 April 2024,6:53 pm
Print
header

Russia Ukraine War: યુક્રેને મિસાઇલ હુમલાથી રશિયાના યુદ્ધ જહાજને મોટું નુકસાન- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએફપી)

  • રશિયા-યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો 50 મો દિવસ
  • અમેરિકા ઝેલેન્સ્કીના મળવા માટે ઉચ્ચ અધિકારીઓ મોકલવા વિચારી રહ્યું છે
  • યુક્રેનિયન દળોએ બ્લેક સીમાં મિસાઇલ હુમલો કરી રશિયન જહાજને પહોંચાડ્યું નુકસાન
  • પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયાના રાષ્ટ્રપતિ પરિસ્થિતિ જાણવા યુક્રેન પહોંચ્યાં

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 50માં દિવસે પણ ચાલુ છે.ઘણા દેશોના હસ્તક્ષેપ છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યાં. દરમિયાન, યુક્રેનની સશસ્ત્ર દળોના કમાન્ડે બુધવારે કહ્યું કે રશિયન સેના યુક્રેનના ડોનેસ્ક અને ખેરસન વિસ્તારોમાં હુમલો કરવા માટે તૈયાર છે. યુએસ ઝેલેન્સકીને મળવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કિવ મોકલવા પર વિચાર કરી રહ્યું છે.

ઓડેસાના ગવર્નરે જણાવ્યું કે યુક્રેનિયન દળોએ બ્લેક સીમાં મિસાઇલ હુમલામાં રશિયન યુદ્ધ જહાજને નુકસાન પહોંચાડ્યું છે. કાળા સમુદ્રની રક્ષા કરતી નેપ્ચ્યુન મિસાઇલોએ રશિયન જહાજને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું.રશિયાના ચાર પડોશી દેશો પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયાના રાષ્ટ્રપતિ યુક્રેન પહોંચ્યા છે. દરેક વ્યક્તિએ અહીંની નવીનતમ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સમર્થન જાહેર કર્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch