(file photo)
24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતુ
યુક્રેનના દાવા મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 34 હજાર રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યાં
અત્યાર સુધીમાં યુક્રેનમાંથી 80 લાખ લોકો બહાર ગયા
યુક્રેનને 600 બિલિયન ડોલરથી વધુનું આર્થિક નુકસાન થયું
Russia Ukraine conflict: રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને આજે ચાર મહિના જેટલો સમય થયો છે. યુદ્ધ આજે પણ જે રીતે શરૂ થયું હતું તે જ સ્થિતીમાં છે, યુક્રેનના એક બાદ એક શહેરો તબાહ થઈ રહ્યાં છે પરંતુ યુદ્ધ વિરામ નથી લઈ રહ્યું.
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી 152 સાંસ્કૃતિક અને ઐતિહાસિક હેરિટેજ સાઇટ્સના સંપૂર્ણ અથવા આંશિક વિનાશની પુષ્ટિ કરી છે. તેમાં સંગ્રહાલયો, સ્મારકો, ચર્ચો, અન્ય ધાર્મિક ઇમારતો, પુસ્તકાલયો અને અન્ય ઇમારતોનો સમાવેશ થાય છે.
યુનેસ્કોએ તેના અપડેટમાં જણાવ્યું કે 24 ફેબ્રુઆરીએ રશિયન આક્રમણની શરૂઆત થઈ ત્યારથી અનેક સ્થળોને નુકસાન થયું છે, જેમાંથી 75 ટકા સ્થળો ખારકિવ અને ડોનેટ્સ્કના પૂર્વીય વિસ્તારોના નજીક તેમજ રાજધાની કિવની નજીક છે. જો કે, યુક્રેનમાં 7 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સુરક્ષિત છે. જેમાં સેન્ટ સોફિયા કેથેડ્રાની મોનાસ્ટિક ઇમારતો અને રાજધાનીમાં કીવ-પેચેર્સ્ક લાવરાની મોનાસ્ટિક ઇમારતો સામેલ છે.
યુક્રેનના દાવા મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 34 હજાર રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. 1500 રશિયન ટેંક, 756 આર્ટિલરી સિસ્ટમ, 99 એંટી એરક્રાફ્ટ સિસ્ટમ, 216 ફાયટર જેટ અને 183 હેલિકોપ્ટર તોડી પાડ્યાનો દાવો કર્યો છે. યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 80 લાખ લોકો દેશ છોડીને જતા રહ્યાં છે. રોજ યુક્રેનના સરેરાશ 200 સૈનિકોના મોત થઈ રહ્યાં છે. એટલે કે અત્યાર સુધીમાં 24 હજારથી વધારે યુક્રેનિયન સૈનિકોના મોત થયા છે. યુક્રેનના લગભગ તમામ મોટા શહેરો પર રશિયાએ હુમલો કર્યો છે. યુક્રેનને અત્યાર સુધીમાં 600 બિલિયન ડોલરથી વધુનું આર્થિક નુકસાન થયું છે. યુદ્ધ શરૂ થયું ત્યાર બાદ વિશ્વના અનેક દેશોમાં ઈંધણના ભાવ, મોંઘવારી વધી છે, થોડા દિવસોમાં યુદ્ધ નહીં અટકે તો તેની ભયંકર અસર વિશ્વ પર જોવા મળશે. બીજી તરફ એવા પણ એંધાણ છે કે રશિયા હવે પરમાણું હુમલો પણ કરી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત- Gujarat Post
2022-06-22 12:20:01
અમેરિકામાં હુમલાખોરે પોલીસ અધિકારી સહિત અનેક લોકો પર કર્યું ફાયરિંગ- Gujarat Post
2022-06-20 09:36:20
ગૌરવની ક્ષણ, ગોલ્ડન બોય નીરજ ચોપરાએ દેશ માટે ફરી જીત્યો ગોલ્ડ મેડલ- Gujarat post
2022-06-19 09:20:35
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36