Tue,17 June 2025,10:16 am
Print
header

Big News: યુક્રેન પર 500 જેટલા ડ્રોન અને 20 મિસાઇલ ત્રાટકી, રશિયાએ કરી દીધો સૌથી મોટો હુમલો

  • Published By Mahesh Patel
  • 2025-06-09 18:09:35
  • /

(ફાઇલ ફોટો)

મોસ્કોઃ યુક્રેને એક પછી એક મોટા હુમલા કરીને રશિયાના એરબેઝ અને ફાઇટર જેટ નષ્ટ કરી નાખ્યાં છે. અનેક સૈનિકોના મોતનો પણ દાવો છે, તેની સામે હવે રશિયાએ યુક્રેન પર જોરદાર હુમલો કરી નાખ્યો છે.

મીડિયા અહેવાલ મુજબ રશિયન સેનાએ 500 જેટલા ડ્રોન અને 20 જેટલી મિસાઇલથી મોટો હુમલો કર્યો છે. આ અત્યાર સુધીનો યુક્રેન પરનો સૌથી મોટો હવાઇ હુમલો છે. 

રશિયાએ યુક્રેનના મધ્ય અને પશ્વિમ વિસ્તારોને નિશાન બનાવ્યાં છે. સામે યુક્રેને દાવો કર્યો છે કે તેમને રશિયાના 270 ડ્રોન અને 19 મિસાઇલ્ તોડી પાડી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલા અંગે કહ્યું છે કે અમે મજબૂતીથી રશિયા સામે લડી રહ્યાં છીએ અને તમામ હુમલાનો જવાબ આપીશું. સાથે જ તેમને કહ્યું કે અમેરિકાથી મળતી મદદ અટકી જવાને કારણે અમે હેરાન થઇ રહ્યાં છીએ, અમારે હજુ ડિફેન્સ સિસ્ટમની જરૂર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch