કર્ણાટકઃ બેંગલુરુમાં પોલીસે એક કારમાંથી રૂ. 9 કરોડની રોકડ જપ્ત કરી છે. કાર જેની હતી તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં રૂ. 1.3 કરોડની રોકડ જપ્ત કરાઇ છે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પૈસા ક્યાંથી આવ્યાં અને કોને આપવાના હતા તે મામલે તપાસ શરૂ કરાઇ છે.
સિટી પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મંગળવારે, KL 20- T 8629 નંબરની ક્રેટા કાર બેંગલુરુથી તમિલનાડુના હોસુરમાં ગેરકાયદેસર રીતે પૈસા લઈ જઈ રહી હતી.
બેંગલુરુ સિટી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (યુનિટ 22) ના ડેપ્યુટી ડિરેક્ટર જગદીશના અનુરોધ પર ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનની નાઇટ પેટ્રોલ ટીમે હોસુર રોડ પર બેંગલુરુ એલિવેટેડ ટોલવે લિમિટેડ ટોલ પ્લાઝા પાર કર્યા પછી સિગ્નલ પર કારને રોકી હતી અને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. કાર અને તેમાં સવાર બે લોકોને પોલીસ સ્ટેશનમાં ઇન્કમ ટેક્સ અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યાં હતા.
આવકવેરા અધિકારીઓએ કારની તપાસ કરીને કુલ રૂ. 9 કરોડ રોકડા જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં 42 વર્ષીય સચિન પણ છે, જે તમિલનાડુના થુથુકુડીમાં સિંધુ જ્વેલર્સની દુકાનનો માલિક છે. આવકવેરા અધિકારીઓએ પૂછપરછ માટે બે વ્યક્તિઓની અટકાયત કરી છે. તમિલનાડુના આવકવેરા અધિકારીઓએ તેમના ઘરેથી રૂ.1.3 કરોડ જપ્ત કર્યા છે.
જે કારમાંથી રૂ. 9 કરોડ જપ્ત કરવામાં આવ્યાં હતા તે બેંગલુરુથી હોસુર, તમિલનાડુ જઈ રહી હતી. આ કાર તિરુવનંતપુરમ જિલ્લાના નેય્યાટ્ટીંકરા વિસ્તારમાં રજીસ્ટર થયેલ છે. કારની અંદર એક સુટકેસમાં નોટો મળી આવી હતી.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17