Fri,30 September 2022,2:25 pm
Print
header

રૂપિયા ગયા પાણીમાં, કાનપુરમાં PNB માં બોક્સમાં રાખવામાં આવેલા 42 લાખ રૂપિયા પલળી ગયા- Gujarat Post

(પલળી ગયેલી નોટો)

કાનપુરઃ સામાન્ય રીતે લોકો તેમના પૈસા બેંકમાં સુરક્ષિત રાખવા માટે જમા કરતા હોય છે. પરંતુ બેંકો તેને લઈ કેટલી બેજવાબદાર હોય છે તેનો કિસ્સો કાનપુરમાં સામે આવ્યો છે. શહેરના પાંડુનગરની પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં કરંસી ચેસ્ટમાં 42 લાખ રૂપિયાની ચલણી નોટો પાણીમાં પલળી ગઈ છે.

ત્રણ મહિના પહેલા બેંકમાં આ નોટોને એક બોક્સમાં ભરીને રાખવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણોસર તેમાં પાણી જતું રહ્યું. બેંક કર્મીએ બોક્સમાં ઉપરથી નોટો જોઈ પરંતુ નીચે રાખેલી નોટો બરાબર ચેક કરી નહોતી. બેંક કર્મીઓને લાગ્યું કે પાણી સુકાઈ ગયું છે.

બેંકની તિજોરીમાં જગ્યા ન હતી અને કેશ વધી જવાના કારણે નોટોને કરંસી ચેસ્ટમાં મુકી દીધી હતી. વરસાદના કારણે બેસમેન્ટમાં પાણી ભરાવાના કારણે તેમાં પાણી જતું હતુ. વધારે સમય સુધી બોક્સ ખોલવામાં આવ્યું ન હતું અને જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે 42 લાખ રૂપિયાની નોટો પલળી ગઈ હતી. તપાસ બાદ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પીએનબી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch