Wed,24 April 2024,2:12 pm
Print
header

DRIએ મુન્દ્રા પોર્ટ પરથી અફઘાનિસ્તાનથી આવેલું રૂ. 2500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

નશાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરાયો 

મુન્દ્રા: અદાણી (મુન્દ્રા) બંદર પરથી વિદેશથી આયાત કરેલા કન્ટેનરો પૈકી શંકાસ્પદ ચાર કન્ટેનરોની તલાશી લેવાતાં તેમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત 2500 કરોડો રૂપિયા આસપાસ છે.ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને સ્ટેટ આઇ.બી.ના મુન્દ્રા એકમ સહિત જુદી-જુદી આઠ એજન્સીએ આ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. મધરાત્રે ડીઆરઆઇએ સત્તાવાર રીતે એવું જણાવ્યું છે કે કન્ટેનર અટકાવાયા છે તેમાંથી એક કન્ટેનરની તપાસ આરંભાઇ છે, જેમાં પાવડરના જથ્થામાં ડ્રગ્સ છે.

અફઘાનિસ્તાન અને ઇરાનથી કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પાવડરના નામે કરોડોનું ડ્રગ્સ ગુજરાતના રસ્તે દેશમાં ઘુસાડવાનો પ્લાન હતો.મળતી માહિતી મુજબ 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો છે. DRI, NCB સહિતની તપાસ એજન્સીઓ આ કન્ટેનરની તપાસ કરી રહી છે. મુન્દ્રા, અમદાવાદ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ છે. કન્ટેનર જેણે મંગાવ્યું હતું તે પેઢીના અન્ય કન્ટેનર્સની તપાસ ચાલે છે. અદાણી બંદરે ઉતરેલા આ શંકાસ્પદ ચારેય કન્ટેનર ટી.જી.ટર્મિનલના સી.એફ.એસ. ખાતે લઇ જઇને ખોલવામાં આવતાં ટેલ્ક સ્ટોન પાઉડરના ઓઠા તળે લવાયેલો કેફીદ્રવ્યનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.જેને લઇને સમગ્ર મામલો અત્યંત ગંભીર બની ગયો છે.આ કન્ટેનર અફઘાનિસ્તાનથી વાયા ઇરાન થઇને આવેલા છે, તેમાં ટેલ્ક સ્ટોન પાઉડરનો જથ્થો હોવાની વિગતો આયાતકાર દ્વારા સત્તાવાર રીતે બતાવાઇ હતી. થોડા દિવસો પહેલાં મહાબંદર કંડલા ખાતે દાણચોરીથી લવાયેલી વિદેશી સિગારેટનો જથ્થો પણ પકડાયો હતો. નોંધનિય છે કે ગુજરાતમાં અગાઉ પણ દરિયાઇ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવાના નિષ્ફળ પ્રયાસ થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch