Thu,12 March 2026,10:43 am
Print
header

ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશઃ વાપીના બંગલામાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, રૂ. 30 કરોડનો જથ્થો જપ્ત - Gujarat Post

  • Published By panna patel
  • 2025-10-03 11:01:50
  • /

ગુજરાતમાં વારંવાર પકડાઇ રહ્યું છે ડ્રગ્સ

તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવશે

કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

વાપી: ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, હવે વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં ગુજરાત ATS અને SOG ની ટીમે સંયુક્ત દરોડા પાડીને MD (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.આ દરોડામાં પોલીસને સ્થળ પરથી 5.9 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

પોલીસે આ મામલે પેરોલ જમ્પના એક વોન્ટેડ આરોપી, તેના પુત્ર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બંગલામાં ડ્રગ્સ તૈયાર કરીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ડ્રગ્સના સપ્લાય ચેઈન અને નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનિય છે કે અગાઉ પણ રાજ્યમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને હવે ફરી એક વખત ડ્રગ્સનો મોટા નેટવર્કનો એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch