Tue,23 April 2024,8:30 pm
Print
header

ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં બોન્ડ પેટે M.B.B.S. ડૉક્ટર્સ પાસેથી વસૂલ્યાં રૂ. 139 કરોડ- Gujarat Post

આગામી વર્ષ સુધીમાં નવી નિમણૂંકો કરીને રાજ્યમાં તબીબી અધિકારી વર્ગ-2ની તમામ જગ્યાઓ ભરવામાં આવશે

સેવા અથવા બોન્ડ સમયસર નથી ભરી શક્યા તેવા ડૉકટરો સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરી રહી છે 

ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં રાજ્યના ડૉક્ટર્સ પાસેથી બોન્ડની રકમ વસૂલવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું કે, ગુજરાતની સરકારી કોલેજોમાંથી એમ.બી.બી.એસ. પાસ કરનાર ડૉક્ટરોને નિમણૂંક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી કરાઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આવા ડોક્ટરો પાસેથી કુલ રૂ.139 કરોડ જેટલી મોટી રકમની વસૂલવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં જે ડોકટરો સેવા અથવા બોન્ડ સમયસર ભરી શકતા નથી, તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. ઉપરાંત તેમની સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિવિધ જિલ્લાઓમાં તબીબી અધિકારી વર્ગ-2 જગ્યાઓ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા તેમને જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી મંજૂર થયેલી 256 જગ્યાઓ સામે 189, અમદાવાદ જિલ્લામાં મંજૂર 243 જગ્યાઓ સામે 233, મહેસાણા જિલ્લામાં 142 જગ્યાઓ સામે 130 અને ગાંધીનગર જિલ્લામાં 96 જગ્યાઓ સામે 88 જગ્યાઓ ભરવામાં આવી છે. આગામી વર્ષ સુધીમાં નવી નિમણૂંકો કરીને તબીબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ ભરવામાં આવશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch