સુરતઃ ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ યુનિટે એક મોટા આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરતના રહેવાસી ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે, જે સાયબર છેતરપિંડી દ્વારા એકત્રિત કરાયેલા પૈસાને ક્રિપ્ટોકરન્સી (USDT) માં ફેરવીને પાકિસ્તાન અને દુબઈમાં બેઠેલા શખ્સોને મોકલતો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ચાર મહિનામાં રૂ.10 કરોડ સાયબર છેતરપિંડીના પૈસા ક્રિપ્ટોમાં રૂપાંતરિત કર્યા અને તેને પાકિસ્તાની વોલેટમાં ટ્રાન્સફર કર્યા છે. આ વોલેટમાં કુલ રૂ. 29 કરોડના વ્યવહારો હતા. જેમાંથી 10 કરોડ રૂપિયા સીધા સુરતથી મોકલવામાં આવ્યાં હતા.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરની એક ટીમે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, એક શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રેસ કરવામાં આવ્યું હતું, જેમાં એક આખું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલ્યું હતું. જાણવા મળ્યું કે આરોપીએ સુરતના APMC વિસ્તારમાં એક દુકાન ખોલી હતી, જ્યાં તે એટીએમ મશીનો દ્વારા મોટી માત્રામાં રોકડનું વિતરણ કરતો હતો. તે ઓનલાઈન એપ્સ દ્વારા ડિજિટલ પેમેન્ટને રોકડમાં ફેરવતો હતો. પછી આંગડિયા અને ક્રિપ્ટોકરન્સી ચેનલો દ્વારા પૈસા દુબઈ મોકલતો હતો.
તપાસ એજન્સીના જણાવ્યાં અનુસાર, ચેતન ગંગાણી અન્ય એક સહ-આરોપી સાથે સંપર્કમાં હતો, જેને સાયબર છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તેમણે ચાર મહિનામાં અંદાજે રૂ. 10 કરોડની રોકડને USDT (ટેથર) ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી અને તેને પાકિસ્તાની વોલેટ સરનામાં પર મોકલી આપતો હતો. ધરપકડ બાદ આરોપીના મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસમાં અનેક વોલેટ ટ્રાન્ઝેક્શન્સ બહાર આવ્યાં. જ્યારે ક્રિપ્ટો એક્સચેન્જને માહિતી માંગવામાં આવી, ત્યારે આ વોલેટ્સ પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યાં હોવાની પુષ્ટિ થઈ હતી. આ વોલેટમાં કુલ 29 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યાં હતા, જેમાંથી 10 કરોડ રૂપિયા ચેતન ગંગાણી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા. બાકીના 19 કરોડ રૂપિયાના સ્ત્રોતની તપાસ ચાલી રહી છે.
પૂછપરછ દરમિયાન ચેતન ગંગાણીએ જણાવ્યું કે તેને દરેક વ્યવહાર પર 0.10 ટકા USDT કમિશન મળતું હતું. આ પૈસા સાયબર છેતરપિંડી, ફિશિંગ, નકલી લોન એપ્સ અને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા ભેગા કરવામાં આવ્યાં હતા. આ કેસ પાકિસ્તાનમાંથી સાયબર ક્રાઈમના વધતા જતા ખતરાને ઉજાગર કરે છે. પાકિસ્તાન અને દુબઈ સ્થિત હેન્ડલર્સ સાયબર છેતરપિંડી કરનારાઓ પાસેથી પૈસા એકઠા કરી શકે છે અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ હેરફેર અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી શકે છે.
ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ યુનિટે લોકોને શંકાસ્પદ લિંક્સ, એપ્સ અથવા કોલ વિશે સાવધ રહેવા અને તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરવા અપીલ કરી છે. ધરપકડ બાદ, ચેતન ગંગાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. પોલીસ હવે સહ-આરોપી, હવાલા નેટવર્ક અને અન્ય ક્રિપ્ટો વોલેટ્સની શોધ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની સંભવના છે.
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53