મહેસાણાઃ ગુજરાતમાં લગ્નને છેતરપિંડીનું સાધન બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ જુદા જુદા જિલ્લાઓમાં યુવાનો સાથે લગ્ન કરતી હતી અને પછી ચાર દિવસ પછી ઘરેણાં અને પૈસા લઈને ગાયબ થઈ જતી હતી. પોલીસે ગેંગના મુખ્ય આરોપી ચાંદની, તેની માતા સવિતાબેન, રશ્મિકા અને દલાલ રાજેશની ધરપકડ કરી છે.
બેચરાજીના આદિવાડા ગામના એક યુવક સચિન પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઓગસ્ટમાં તેણે પાંચ લાખ રૂપિયા અને ઘરેણાં આપીને અમદાવાદની ચાંદની રાઠોડ સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના ચાર દિવસ પછી ચાંદનીનો કથિત સાળો રાજુ ઠક્કર આવ્યો અને તેના પિતાની બીમારીનું કારણ આપીને તેને લઈ ગયો હતો. ચાંદનીએ પાછળથી તેનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે પીડિતે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે છૂટાછેડાના નામે તેની પાસે બીજા 50 હજાર રૂપિયા માંગવામાં આવ્યાં અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી.
લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ચાંદનીએ માત્ર સચિનમાં જ નહીં, પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 18 થી વધુ યુવાનો સાથે લગ્ન કર્યા હતા. વાવ, ઇડર, પાટણ, બાવળા, રાજકોટ અને મોરબીમાં પણ આવી જ છેતરપિંડી આચરવામાં આવી હતી.
પોલીસે ગેંગ પાસેથી 52 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા
આ ગેંગે લગ્ન પહેલાં નકલી આધાર કાર્ડ અને શાળા છોડવાના પ્રમાણપત્રો રજૂ કરીને પોતાના સાચા નામ છુપાવ્યાં હતા. આ છેતરપિંડીનું નેટવર્ક અમદાવાદમાં શુભમ અને જયમાદી મેરેજ બ્યુરોની મદદથી કાર્યરત હતું. પોલીસે જણાવ્યું કે આ ગેંગ અત્યાર સુધીમાં 52 લાખ રૂપિયા અને ઘરેણાંની ઉચાપત કરી ચૂકી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય પીડિતો પણ સામે આવે તેવી શક્યતા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
પાટડીના નાવીયાણી પાસે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બાઇકને ટક્કર મારીને વાહનચાલક ફરાર | 2025-12-11 09:52:53
રાજ્યમાં વધુ એક BLO ની તબિયત લથડી, સલાયામાં SIR ની કામગીરી કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો | 2025-12-10 19:28:39
ધુરંધર ફિલ્મના ડાયલોગથી વિવાદ: સંજય દત્તના સંવાદ પર જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજમાં રોષ | 2025-12-10 19:20:52
ચારિત્ર્ય પર શંકા અને ઘરેલું કંકાસમાં કરુણ અંત...બોટાદમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને કરી હત્યા | 2025-12-10 14:36:11