Tue,23 April 2024,6:27 pm
Print
header

ગરીબોનું પેટ ભરવા માટે Rice ATM ચલાવે છે આ વ્યક્તિ, અત્યાર સુધી 15000 લોકોને કરી ચૂક્યા છે મદદ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ પછી ઘણાં લોકોને બે ટંકનું ભોજન મળવાના પણ ફાંફા પડી ગયા છે ત્યારે આવી હાલતમાં અનેક બિન સરકારી સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. કેટલાક દરિયાદિલ વ્યક્તિઓ જમીન પર ઉતરીને મદદ માટે આગળ આવ્યા છે. જેમાંના એક છે હૈદરાબાદના રામુ ડોસપાટી (Ramu Dosapati). તેમણે ગરીબ અને બેસહારા લોકોને મદદ કરવા માટે રાઇસ એટીએમની શરૂઆત કરી છે જે તેમને ખાણીપીણીની જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવે છે. 

24 કલાક ખુલ્લું રહે છે રાઇસ એટીએમ

રામૂ દોસપાટીનું #RiceATM 24 કલાક ખુલ્લું રહે છે. જો કોઇની પાસે ખાવા માટે કંઇ નથી તો એલબી નગર સ્થિત તેમના ઘરે જઇને રેશન કિટ અને ગ્રોસરીની અન્ય ચીજો લઇ શકે છે. 

કરી ચૂક્યા છે 15 હજાર લોકોની મદદ

રામૂ ગત 170 દિવસોથી દરરોજ જરૂરીયાતમંદ લોકોને રેશનિંગની વસ્તુઓ વહેંચી રહ્યા છે. તેમના ઘર સામે રહેલા કિરાણા સ્ટોર પર ચોખા લેવા માટે મહિલાઓ અને પુરુષોની લાઇન લાગે છે. તેઓ અત્યાર સુધી પોતાના ખિસ્સાના 5 લાખ રૂપિયા ખર્ચ કરીને 15 હજાર લોકોની મદદ કરી ચૂક્યા છે. સુંદર વાત એ છે કે તેમના આ નેકકામમાં ઘણાં લોકોએ તેમને સાથ આપ્યો છે. 

કેવી રીતે આવ્યો આ વિચાર? 

રિપોર્ટ અનુસાર, રામૂએ એક સિક્યોરિટી ગાર્ડને ભૂખ્યા મજૂરોની મદદ માટે 2 હજાર રૂપિયા ખર્ચ કરતા જોયા. તેમને અહેસાસ થયો કે જ્યારે 6 હજાર રૂપિયાથી ઓછું કમાતો એક ચોકીદાર લોકોની મદદ કરી શકે છે તો શું દર મહિને લાખો કમાનાર એચઆર મેનેજર ફક્ત ઘરમાં બેસીને પોતાના પરિવારની ચિંતા કરતો રહેશે ? મહત્વનું છે કે રામૂ MBA ગ્રેજ્યુએટ છે, એક સૉફ્ટવેર ફર્મમાં HR મેનેજર છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar