Tue,23 April 2024,3:41 pm
Print
header

પડતર માંગોને લઇને નિવૃત્ત સૈનિકોએ સન્માન યાત્રા યોજી, CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક-Gujaratpost

ગાંધીનગરઃ નિવૃત્ત સૈનિકો છેલ્લાં ચાર વર્ષથી પોતાના હકો માટે લડાઈ લડી રહ્યાં છે. આજે નિવૃત્ત સૈનિકોએ પડતર માંગોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી.આ બેઠક હકારાત્મક રહી છે.  આગામી સોમવારે ફરીથી તેમની વચ્ચે બેઠક યોજાશે. આ પહેલા સવારે અમદાવાદમાં આર્મીના નિવૃત્ત જવાનોએ 14 મુદ્દાઓને લઈને શાહીબાગ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધી સૈનિક સન્માન યાત્રા યોજી હતી. રેલીનો પ્રારંભ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા નિવૃત્ત જવાનો અને તેમના પરિવારજનોને ડિટેઇન કરી લેવામાં આવ્યાં હતા. આર્મીના નિવૃત્ત જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

નિવૃત્ત આર્મીના જવાનોની રેલીને પગલે સચિવાલયના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતાં. નિવૃત્ત આર્મીમેનો સચિવાલયના ગેટ નંબર 1 સામે શાંતિપૂર્ણ રીતે ગોઠવાઈ ગયાં હતાં. તેમણે અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તેમને મુખ્યમંત્રીને મળવા દેવામાં નહીં આવે તો ફરીવાર ગેટ નંબર એકમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે.

નિવૃત્ત સૈનિકોની મુખ્ય માંગ

ગાંધીનગરમાં રાજ્યકક્ષાનું શહીદ સ્મારક અને સૈનિકો માટે આરામગૃહની માગ
શહીદ પરિવારોને એક કરોડ રૂપિયાની સહાય તથા પરિવારમાં એક સભ્યને સરકારી નોકરી
સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત મળે
ખેતી માટે જમીન અને રહેણાક પ્લોટ
કોન્ટ્રેક્ટ પદ્ધતિ નાબૂદ કરી, સીધી ભરતી કરવામાં આવે
હથિયારનું લાઇસન્સ રિન્યુ કરવા અલગથી વ્યવસ્થા થાય
દારૂ માટેની પરમિટ. ભારતીય સેના માટે આપેલી પરમિટ માન્ય ગણવી
માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે
ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોનાં બાળકોને છૂટછાટ
સૈનિકોનાં બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch