Sun,27 November 2022,3:44 am
Print
header

રેશ્મા પટેલની AAP માં એન્ટ્રી, વિરમગામથી હાર્દિકની સામે લડી શકે છે ચૂંટણી- Gujarat Post News

અમદાવાદઃ ગુજરાત ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષ પલટો દેખાઇ રહ્યો છે. કોઇને કોઇ નારાજગીને લઇને ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો છે, હવે ગોંડલથી ટિકિટની બબાલને લઇને એનસીપીથી નારાજ રેશ્મા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ આપમાં જોડાઇ ગયા છે અને વિરમગામથી હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી અટકળો છે.જો કે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત થઈ નથી. એનસીપીમાંથી છેડો ફાડતી વખતે તેમણે પાર્ટીને પત્ર લખ્યો છે.

રેશ્મા પટેલે પત્રમાં લખ્યું છે, માનનીય શ્રીફૌજીયા ખાન (રાષ્ટ્રીય મહિલા પ્રમુખ - NCP), હું રેશ્મા પટેલ મારા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તાના પદ પરથી રાજીનામું આપું છું,NCP ના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું.

મેં NCP પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યુ છે, પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે.  ગુજરાતના સત્તાધારીઓની તાનાશાહી સામે દબંગ બનીને અવાજ ઉઠાવ્યો છે, ગુજરાતમાં NCP ના સક્રિય કાર્યકરની ફરજ નિભાવી છે, મને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપવામાં આવી હતી. આજે હું આ બન્ને જવાબદારી પરથી રાજીનામું આપું છું અને NCP પાર્ટીમાંથી પણ રાજીનામું આપું છું.

રાજનીતિમાં મહિલાઓના સંઘર્ષને તમે સમજી શકો છો, રાજનીતિનો નજરીયો એ છે કે તમે પોતાના સાથે થયેલા રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવો છો તો તમને સ્વાર્થના નામે બદનામ કરવામાં આવે છે. હું હવે એટલું સમજુ છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારે પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે છે.હવે રેશ્મા રાઘવ ચડ્ડાની હાજરીમાં આપમાં સામેલ થઇ ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch