Sat,20 April 2024,12:13 am
Print
header

રેમડેસિવિરની હવે ટેબ્લેટ પણ આવશે, SEC એ ઈમરજન્સી વપરાશને આપી મંજૂરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવતી હતી ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત ઉભી થઈ હતી. જેનો કાળાબજારી કરતાં લોકોએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જો કે હવે આવો જથ્થો બજારમાં સરળતાથી ઉપલબ્ધ થશે, દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની સાથે ટેબ્લેટ પણ મળશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે  એસઈસીએએ જ્યુબલિયન્ટ લાઈફ સાયન્સની રેમડેસિવિર ટેબ્લેટને મંજૂરી આપી છે. કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ  રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી જીવલેણ આડઅસરની ચેતવણી આપે છે.

દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ આવ્યાં અને 3847 લોકોના મોત થયા છે 2,83,135 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2,73,69,093 પર પહોંચ્યા છે, જેમાંથી 2,46,33,951 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. 3,15,235 લોકોને કોરોના કાળ બનાવી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 24,19,907 છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch