Fri,19 April 2024,2:02 pm
Print
header

રાજ્યનું સૌથી મોટું નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ, હજારોની સંખ્યામાં ઝડપાઇ બોટલો

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ હાલ સ્થિર છે રાજ્યમાં લોકોને દવાઓ, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ થઈ ગયા છે. ત્યારે આવા સમયનો લાભ ઉઠાવવા કેટલીક ગેંગ સક્રિય થઈ ગઈ છે. જે નકલી અને બ્લેકમાં ઇન્જેક્શન વેચી રહી છે રેમડેસિવિર ઇન્જેક્શનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આશિષ ભાટીયાએ જણાવ્યું કે, આજે સવારે પોલીસે મોરબીમાં રૂ. 58 લાખની કિંમતના 1211 નંગ નકલી રેમડેસિવિર  ઇન્જેકશન પકડી પાડ્યા છે. આ ગુના સંદર્ભે મોરબીથી 4 આરોપીને પકડી તેમની પાસેથી રૂ 19 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ કલમ 274, 275, 308, 420, 34, 120 બી તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ-3,7,11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 53 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આશિષ ભાટીયાએ ઉમેર્યું કે આરોપીઓની પૂછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશિફ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલસીબી મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબ્જે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી અમદાવાદ શહેરના એસીપી ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા ખાતે રેડ કરતા સપ્લાયર મહંમદ આશીમ ઉર્ફે આશિફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન નંગ-1170 અને લાખો રૂપિયાની રોકડ જપ્ત કરાઇ છે.

અમદાવાદ ખાતે વધુ પૂછપરછ કરતા આ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યાં હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલિક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરતના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યાં હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત એસીપી  આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે દરોડા કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા અને તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે 55 હજાર બોટલો અને બોટલ પર લગાવવાના 30 હજાર સ્ટીકર, બોટલોને સીલ કરવાનુ મશીન મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch