ગાંધીનગરઃ રાજ્ય સરકારે ચાલુ વર્ષે કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. રાહત પેકેજ અંગે વિગત આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં ભાજપ સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના અનેક જગ્યાઓએ ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાઓના 48 તાલુકાઓમાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો. વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોને આધારે સરકારે ખેડૂતોને મદદરૂપ થવા વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે.
ઘઉં, ચણા, રાઈ, કેળા, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.9,500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.23,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. આંબા, લીંબુ, જામફળ જેવા બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29