Wed,16 July 2025,7:36 pm
Print
header

જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

  • Published By Mahesh patel
  • 2025-06-17 09:29:09
  • /

અમદાવાદ: રાજ્યમાં 16મી જૂનથી ચોમાસાનું આગમન થઈ ગયું છે. ભાવનગર સહિતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સવારે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આજે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ અને 41થી 61 કેએમપીએચની ઝડપ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે. દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બની શકે છે. આ સિસ્ટમ વેલમાર્ક થઈને પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. રાજ્યના કુલ 13 જિલ્લાઓમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.

રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 6 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 17 તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોટાદના ગઢડામાં 10 કલાકમાં 13.50 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પાલીતાણામાં 11.85 ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરમાં 24 કલાકમાં 11.57 ઇંચ જ્યારે સાવરકુંડલામાં 10 ઇંચ વરસાદ અને ભાવનગરના મહુવામાં 9.02 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં 1.24 ઇંચ, ઓલપાડ 0.98 ઇંચ, માંગરોળ 1 ઇંચ, માંડવી 0.50 ઇંચ, કામરેજ, બારડોલી અને પલસાણામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના ડોલવણમાં 1.79 ઇંચ, વ્યારા અને વાલોડમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 2.80 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો થતાં તેના પાંચ દરવાજા ખોલાયા હતા.

અમદાવાદ શહેરમાં પણ મોડી સાંજે મેઘરાજાની ધડબડાટી બોલાવી હતી. જેમા મોટા ભાગના વિસ્તારોમાં સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં ભારે વરસાદ સાંજના સમયે જોવા મળ્યો જેમા કારણે ઓફિસથી છૂટીને ઘરે જઈ રહેલા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch