Sat,08 August 2026,9:11 pm
Print
header

ગુજરાતમાં આજે 6 જીલ્લાઓમાં ધોધમાર વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા વિસ્તારમાં છે આગાહી ?

  • Published By Panna Patel
  • 2026-08-01 09:14:49
  • /

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું પૂર જોશમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ગઈકાલે અમદાવાદ અને સુરત સહિત અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ આજે 1 ઓગસ્ટે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. 

આજે દક્ષિણ ગુજરાતના સુરત અને નર્મદા જિલ્લામાં અતિભારે પડી શકે છે. આ સિવાય અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નાગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ગઈકાલે રાજ્યના 255 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંબિકામાં 24 કલાકના સમયગાળા દરમિયાન 24 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો હતો. ડોલવણ, વસો અને વાંસદામાં 17 ઈંચ તેમજ સુરતના ઉમરપાડામાં 15 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહેશે. ઉપરાંત ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ છે. NDRF અને SDRFની ટીમો અને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch