Tue,23 April 2024,1:33 pm
Print
header

Big News- તલાટી મંત્રી અને જુનિયર કલાર્કની ભરતી પ્રક્રિયા ફરીથી થશે, ઉમેદવારોને જૂની ફી પરત અપાશે

લાખો પરીક્ષાર્થીઓને પરત અપાશે ફી, ફરીથી યોજાશે પરીક્ષા 

ગાંધીનગર: રાજય સરકારે 2018માં પંચાયતના તલાટી મંત્રી અને જુનિયર કલાર્કની ભરતી માટે અરજીઓ મંગાવી હતી પરંતુ તે વખતે પરીક્ષા લઇ શકાઇ ન હતી. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે તે વખતની જિલ્લા પસંદગી સમિતીઓ વિખેરીને પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા નવેસરથી ભરતી પ્રક્રિયા કરવાનો મોટો નિર્ણય કર્યો છે. જે તે વખતે એક ઉમેદવાર એકથી વધુ જિલ્લામાં અરજી કરી શકે તેવી છુટ હોવાથી બંન્ને સંવર્ગની મળી 35 લાખ જેટલી અરજીઓ આવી હતી.  

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા દીઠ 100 રૂપિયા ફી હતી. જે આ અંગે આજે પંચાયત વિભાગના અધિક સચિવ જયદીપ દ્વિવેદીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.આ પરિપત્રમાં જણાવાયું છે કે જુનિયર કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી (વર્ગ-3) સંવર્ગની 2018-19ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતીઓની સીધી ભરતીની જાહેરાત રદ થયેલ હોય તે જાહેરાત અન્વયે જનરલ કેટેગરીના ઉમેદવારો તરફથી ભરવામાં આવેલ પરીક્ષા ફી રૂ. 100 સંબંધિત ઉમેદવારોને પરત કરવા નિયમોનુસાર કાર્યવાહી વિગતો સાથે હાથ ધરવાની રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા સંબધિત ઉમેદવારોને પરીક્ષા ફી પરત અંગેની કામગીરી તા.27-9-2021 થી તા.7-10-2021 સુધી કચેરી કામકાજના કલાકો દરમિયાન કરવાની રહેશે.જિલ્લા વિકાસ અધિકારીઓએ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવા બાબતે સ્થળ અને સમય દર્શાવતો કાર્યક્રમ જિલ્લા પંચાયતની વેબસાઇટ તેમજ નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાનો રહેશે.તેમજ સ્થાનિક અખબારોમાં યાદી પણ આપવાની રહેશે. ઉપરોકત પ્રક્રિયા રૂપે અને યોગ્ય રીતે થાય તે માટે જરૂરી કર્મચારીઓની નિમણૂંક સંબધિત જિલ્લા વિકાસ અધિકારીને કરવાની રહેશે. તેના સુપરવીઝન માટે અધિકારી નીમવાના રહેશે. સંબધિત ઉમેદવારોને પરીક્ષા ફી રૂ. 100 ચેકથી પરત આપવાના રહેશે.આ અંગેના હિસાબો/રેકર્ડ જિલ્લા પંચાયત દ્વારા નિભાવવાના રહેશે. બાદમાં ફરીથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch