Fri,19 April 2024,9:22 pm
Print
header

4 દિવસથી ગુમ રિસોર્ટ રિસેપ્શનિસ્ટની હત્યા, BJP નેતાનો પુત્ર મુખ્ય આરોપી નીકળ્યો- Gujaratpost

ઘટનાના દિવસથી રિસોર્ટના સંચાલક અને મેનેજર ફરાર હતા

હત્યા કરીને તેને ચિલા શક્તિ નહેરમાં ફેંકી દીધી

ઉત્તરાખંડઃ પૌરી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીની હત્યાના સમાચાર સામે આવ્યાં છે. 19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. સોશિયલ મીડિયા પર ગુમ થયા મામલે એક ઝુંબેશ ચાલી હતી. પોલીસે આ કેસમાં રિસોર્ટ સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે. ઘટનાના દિવસથી રિસોર્ટના સંચાલક અને મેનેજર ફરાર હતા. આરોપીએ જણાવ્યું કે રિસેપ્શનિસ્ટ રિસોર્ટમાં આવતા ગ્રાહક પાસે જવાની ના પાડી રહી હતી. તેઓ રિસેપ્શનિસ્ટને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, પરંતુ રિસેપ્શનિસ્ટ તેનો ઇનકાર કરી રહી હતી. તેથી તેની હત્યા કરીને મૃતદેહને ચિલા શક્તિ નહેરમાં ફેંકી દીધો હતો.

પૌરી ગઢવાલના શ્રીકોટ ગામની રહેવાસી અંકિતા ભંડારી થોડા મહિનાઓથી ગંગા ભોગપુરના ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ પોલીસને જણાવ્યું કે રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી અલગ રૂમમાં રહેતી હતી. કેટલાક દિવસોથી તે માનસિક તણાવમાં હતી. જેને કારણે 18 સપ્ટેમ્બરે તે તેને ઋષિકેશ ફરવા લઈ ગયો હતો. ત્યાંથી મોડી રાત્રે પરત આવ્યો હતો. પછી બધા રિસોર્ટમાં બનેલા અલગ-અલગ રૂમમાં સૂવા ગયા હતા, પરંતુ 19 સપ્ટેમ્બરની સવારે અંકિતા તેના રૂમમાંથી ગાયબ હતી.

દીકરીના ગુમ થવાની જાણ થતાં તેના પિતા ગંગા ભોગપુર પહોંચી ગયા હતા. જ્યારે યુવતીના પરિવારજનોએ રિસોર્ટમાં હાજર સ્ટાફની પૂછપરછ કરી તો અલગ-અલગ બાબતો સામે આવી, રિસોર્ટના સંચાલક અને કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.

ધારાસભ્ય ઉમેશ કુમાર સહિતના પત્રકારો અને સંગઠનોએ અંકિતા ભંડારીના ગુમ થવાને લઈને સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું હતું. જેને કારણે પોલીસે સક્રિયતા બતાવી ત્રણ આરોપી રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પુલકિત ભાજપ નેતા વિનોદ આર્યનો પુત્ર છે.

ડીજીપી અશોક કુમારે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે એક ખાનગી રિસોર્ટ છે, જેમાં શ્રીકોટ ગામની એક યુવતી કામ કરતી હતી. તે 5 દિવસથી ગુમ હતી. આ વિસ્તાર રેવન્યુ પોલીસ વિસ્તારમાં આવે છે. તેમાં નિયમિત પોલીસની દખલગીરી નથી. રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, લક્ષ્મણ ઝુલા પોલીસે 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભાજપ નેતા અને તેના પુત્ર સામે રોષ વ્યાપી ગયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch