Thu,25 April 2024,4:07 pm
Print
header

સાઇબર ફ્રોડ, પત્રકારે જે હાર્વર્ડની ઓફર માટે 21 વર્ષ જૂની નોકરી છોડી, તે નોકરી છે જ નહીં

નવી દિલ્હી: સાયબર ક્રાઇમના એકથી એક કેસ તમે જોયા અથવા સાંભળ્યા હતા. પરંતુ જાણીતી પત્રકાર નિધી રઝદાન સાથે જે થયું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એક ન્યૂઝ ચેનલની સાથે છેલ્લા 21 વર્ષથી જોડાયેલી નિધી રઝદાને ગત વર્ષ જૂન મહિનામાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં (Harvard University) એસોસિએટ પ્રોફેસરની નોકરી મળી છે, તેથી તેઓ પત્રકારત્વની તેમની કારકીર્દિને અલવિદા કહી રહી છે.જો કે, હવે સાત મહિના બાદ તેમણે ટ્વીટ કરી દાવો કર્યો છે કે, તે સાયબર ફ્રોડની શિકાર થઈ છે અને આવી કોઈ નોકરી હાર્વર્ડ તરફથી ઓફર કરવામાં જ નથી આવી.

નિધી રઝદાને શુક્રવારના ટ્વીટ કરી તેમની સાથે અત્યાર સુધીમાં થયેલા તમામ ઘટનાક્રમની જાણકારી આપી છે. ટ્વીટ કરી જણાવ્યું કે, હું એક મોટા ફિશિંગ એટેકનો શિકાર થઈ છું, હું એક નિવેદન જારી કરી તમામ વસ્તુઓ ક્લિયર કરી રહી છું, આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ વિશે હું કંઈ પણ ચર્ચા કરીશ નહીં.

હાર્વર્ડ માટે છોડી હતી 21 વર્ષ જૂની નોકરી

નિધીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'જૂન 2020માં મેં મારી 21 વર્ષીય પત્રકારત્વની કારકીર્દિને અલવિદા કહી આ જાહેરાત કરી હતી કે, હું આગામી થોડા દિવસોમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર (જર્નાલિઝમ) તરીકે જોડાવાની છું. મને કહેવામાં આવ્યું હતું કે મારે સપ્ટેમ્બર 2020 સુધીમાં જોડાવું પડશે. હું તૈયારી કરી રહી હતી કે મને ફરીથી કહેવામાં આવ્યું હતું કે મહામારીને કારણે મારા વર્ગો જાન્યુઆરી 2021માં શરૂ થશે. મારી સાથે ચાલી રહેલા કોમ્યુનિકેશન દરમિયાન મને કેટલીક વહીવટી ભૂલો પણ જોવા મળી. શરૂઆતમાં, મેં આ વાતો પર ધ્યાન ન આપ્યું કે મહામારીમાં આ બધુ ચાલી રહ્યું છે. પરંતુ તાજેતરમાં જે બન્યું તે વધુ પરેશાન કરનારું હતું.'

હાર્વર્ડમાં વાત કરી તો જાણવા મળ્યું સાયબર ફ્રોડની થઈ છે શિકાર

નિધી રઝદાને જણાવ્યું કે, 'ત્યારબાદ મેં પરિસ્થિતિને સમજાવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો સીધો સંપર્ક કર્યો. મેં તેમની સાથે તે તમામ કોમ્યુનિકેશન્સ શેર કર્યા જે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીનો પક્ષ જાણીને મને ખબર પડી કે હું એક અલગ પ્રકારનાં ફિશિંગ એટેકનો શિકાર બની છું હકીકતમાં મારી પાસે હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી તેમના જર્નાલિઝમ વિભાગની ફેકલ્ટી બનવાની કોઈ ઓફર આવી જ નથી.

વાયરલ થઈ રહ્યું છે નિધિ રઝદાનનું કબૂલાતનામું, ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ બન્યું Harvard નિધી રઝદાનનું આ 'કબૂલાતનામું' ઘણું વાયરલ થઈ રહ્યું છે. તેમની ટ્વીટ બાદ Harvard ટ્વિટર પર ટોચનો ટ્રેન્ડ બની ગયો છે. એક તરફ લોકો નિધી રઝદાન સાથે થયેલી આ મજાક માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે, ટાભાગના યુઝર્સ આ વાતથી આશ્ચર્યચકિત છે કે એક વરિષ્ઠ પત્રકાર કેવી રીતે આવા સાયબર એટેકનો ભોગ બની ગયા.નિધી રઝદાનની સપ્ટેમ્બરની ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે એક યુઝર્સને જવાબ આપતા લખ્યું કે તે હાર્વર્ડમાં ભણાવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch