Fri,19 April 2024,12:04 pm
Print
header

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલની તબિયત ખરાબ, એઈમ્સમાં દાખલ

નવી દિલ્હીઃ કોરોનાથી સ્વસ્થ થયા પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોના ચેપથી સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.એઈમ્સના ડોક્ટરોએ આ માહિતી એક પ્રસિદ્ધ ન્યૂઝ એજન્સીને આપી છે. 21 એપ્રિલે રમેશ પોખરીયાલ નિશાંક કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. 61 વર્ષીય કેન્દ્રીય પ્રધાન ઘણા દિવસોની સારવાર બાદ સ્વસ્થ થયા હતા પરંતુ ફરી એક વાર કોવિડ પછીની મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડયો છે.

એક તરફ વિશ્વના અનેક દેશ હજુ પણ કોરોના રોગચાળા સામે લડી રહ્યાં છે, બીજી તરફ કોરોના રોગથી સંબંધિત ઘણા નવા જોખમો સામે આવી રહ્યાં છે. નવા સંશોધન મુજબ કોરોનામાંથી સ્વસ્થ થયા પછી થોડા સમય બાદ દવાઓની આડઅસરને લીધે ઘણા દર્દીઓને બીજા રોગ થઈ રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે હવે પોસ્ટ કોવિડ જોખમો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, સ્વસ્થ થયા પછી પણ  લોકો શારીરિક સ્થિરતા, આંશિક અપંગતા, માનસિક બિમારીઓ, ફેફસાં અને હૃદય સંબંધિત રોગોથી પીડિત છે જે લોકો અગાઉ ડાયાબિટીઝ અને અન્ય રોગોથી પીડાતા હતા તેમની માંદગીનું સ્તર વધ્યું છે. આમાંના ઘણા રોગોની વધુ સારવાર ચાલુ રાખવાની જરૂર રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch