Fri,25 September 2020,6:29 pm
Print
header

ભારતમાં રામજન્મભૂમિ પૂજન બાદ રામમય બન્યું ન્યૂયોર્કનું ટાઈમ સ્ક્વેર, જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું શહેર

ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાની ઈંટ મૂકીને રામજન્મભૂમિ અયોધ્યા ખાતે બુધવારે રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.ભારત સાથે વિશ્વભરમાં ઉત્સવનું વાતાવરણ ઉભું થયું હતું. ભારત સાથે વિદેશી મીડિયામાં પણ રામ જન્મભૂમિ શિલાન્યાસના સમાચારો પ્રસારિત થઈ રહ્યાં છે, ત્યારે અમેરિકાના ન્યૂયોર્કનું ટાઈમ સ્ક્વેર પણ રામમય બની ગયું હતું. ન્યૂયોર્કના ટાઈમસ્ક્વેર પર મોટી એલઈડી ડીસ્પ્લે પર ભગવાનશ્રી રામની સાથે રામમંદિર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તે જોતાં ત્યાં રહેતા ભારતીયોએ હર્ષોલ્લાસ સાથે જયશ્રીરામના નારા લગાવ્યા હતા અને આખું શહેર જયશ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

ન્યોયોર્કમાં રહેતા મુસ્લિમ સંગઠનો દ્વારા આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. તેની સાથે અન્ય લોકોએ વ્યક્તિગત રીતે ન્યૂયોર્કના મેયરને મળીને ટાઈમ સ્ક્વેર પર ભગવાન રામની થ્રીડી તસવીર લગાવવા પર વિરોધ નોંધાવ્યો હતો.પરંતુ આખરે ભગવાનશ્રી રામ અને રામમંદિરનો થ્રીડી ફોટો ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેરની ભવ્ય એલ.ઈ.ડી. પર સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી ડીસ્પ્લે કરવામાં આવ્યો હતો.

અમેરિકન ઇન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રમુખ જગદીશ સેહવાણીએ કહ્યું, વિશ્વની સૌથી વધુ આઇકોનિક સ્ક્રીન પર આ દ્રશ્ય આવ્યું તે ભારતીયો અમેરિકામાં કેટલા સફળ છે તે દર્શાવે છે. ભારત અને ભારતીયો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

પ્રધાનમંત્રી મોદી 28 વર્ષ બાદ અયોધ્યા ગયા હતા. શ્રીરામ જન્મભૂમિ જનારા તેઓ પ્રથમ પ્રધાનમંત્રી બન્યાં હતા. અયોધ્યા પહોંચ્યા બાદ પીએમ મોદીએ હનુમાનગઢીમાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ રામજન્મભૂમિના સ્થાન પર પારિજાતના છોડનું વૃક્ષારોપણ પણ કર્યું હતું. અને સોનાની ઈંટ મૂકીને ભૂમિ પૂજન તથા શિલાન્યાસ કર્યો હતો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->