Tue,16 April 2024,5:05 pm
Print
header

જયશ્રી રામ....નર્મદાના ખેડૂતે ભગવાન શ્રીરામના નામે ઉગાડ્યા ફૂલ

શ્રીરામ શબ્દના આકારે ઉગાડવામાં આવ્યાં ફૂલ, રામમંદિર ભૂમિપુજનથી ખેડૂતો ખુશખુશાલ

નર્મદાઃ અહીંના સમરીયા ગામે રામ ભક્ત ખેડૂતે ગલગોટાની ખેતીમાં જયશ્રી રામ લખ્યું છે, ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાના ફૂલની ખેતી કરીને ભગવાના પ્રત્યેની પ્રભુભક્તિ બતાવી છે. જ્યારથી રામ મંદિરનો ચુકાદો આવ્યો અને મંદિર બનવાની વાત આવી ત્યારથી ખેડૂત ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે ખેતરમાં ગલગોટાથી  શ્રીરામ  લખવાનું વિચાર્યું હતુ.  બે મહિના પહેલા નવા વાવેતરમાં ગલગોટાથી આજે એકદમ સ્પષ્ટ જય શ્રી રામ ઉપસી આવ્યું છે અને આજે 5 ઑગસ્ટના શુભ દિવસે યોધ્યામાં ભવ્ય રામમંદિરનું  ભૂમિપુજન છે એટલે આ ખેડૂત ખુબ ખુશ છે.તેમની એવી પણ ઇચ્છા છે કે  એક દિવસ મારા ખેતરના ફૂલો અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં ચઢે.

આ બાબતે ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારા અઢી એકરના ખેતરમાં 200 બાય 40  ના પ્લોટમાં જયશ્રી રામ  લખ્યું છે, અને 100 બાય 100 ના પ્લોટ માં ધનુષબાણ બનાવ્યું છે. હાલ ગલગોટા ના રોપા નાના છે. પણ જયારે ફૂલ લાગશે ત્યારે પીળા અને લાલ ગલગોટાથી એક અનોખુ દ્રશ્ય  સર્જાશે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch